રાજ ઠાકરે અને CM એકનાથ શિંદેની મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી આવશે તોફાન?

03 August, 2024 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raj Thackeray meets Eknath Shinde: મનસેના વડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની આ મુલાકાતે ચોક્કસપણે રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

સીએમ એકનાથ શિંદે અને રાજ ઠાકરે (તસવીર: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે રાજકારણમાં પણ ફરી એક વખત મોટી ઉથલપાથલ જોવા મળે તવી શક્યતા છે કરરણ કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા (Raj Thackeray meets Eknath Shinde) પહોંચ્યા હતા. શિંદે અને રાજ ઠાકરેની આ મુલાકાતને લઈને રાજકીય માહોલમાં ચર્ચા જાગી છે. આ મુલાકાતથી એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે રાજ ઠાકરેએ 2024ની રાજ્ય વિધાનસભા ચૂંટણીને લઈને એકનાથ શિંદે સાથે બેઠક યોજી હશે, પરતું તેનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. રાજ ઠાકરે મનસેના મોત અનેતાઓ સાથે સીએમ એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. આ બંને વચ્ચે મુંબઈની બીડીડી ચાલના પુનઃવિકાસ, પોલીસ હાઉસિંગ કૉલનીનું પુનઃવિકાસ અને અન્ય કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. આ માહિતી સીએમ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદેની આ મુલાકાતે ચોક્કસપણે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે, જેમાં બંને વચ્ચે શું વાત થઈ હશે તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી (Raj Thackeray meets Eknath Shinde) લઈને માત્ર ત્રણ મહિના જેટલો સમય બાકી છે. આ ચૂંટણીમાં છ મુખ્ય રાજકીય પક્ષો મેદાનમાં છે, આવી બેઠકો, સંયોગો અને નેતાઓની ગેરહાજરીને કારણે ચર્ચા શરૂ થાય છે. છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછી એવી પાંચ ઘટનાઓ બની છે, જેમાં જુદા જુદા પક્ષોના નેતાઓએ બીજા પક્ષના નેતાઓ અને વડાઓ સાથે મુલાકાત કરી છે જેને કારણે તેમના પોતાના પક્ષના લોકોમાં સવાલો ઉભા થાય છે કે શું આ પક્ષ છોડવાના છે કે શું?

અહીં જાણવાની બાબત એ છે કે જૂન 2022માં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદે અનેક મોટા ધારાસભ્યોને લઈને સાથે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી હેઠળની શિવસેનાથી (Raj Thackeray meets Eknath Shinde) જુદા પડીને પોતાની બીજી શિવસેના શરૂ કરી હતી અને તે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ ઘટનાના એક વર્ષ પછી, જુલાઈ 2023 માં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં પણ બળવો કરીને અજિત પવારે તેમના કાકા શરદ પવારની પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોને પોતાની સાથે લીધા. બે પ્રાદેશિક પક્ષોમાં વિભાજન સાથે, હવે શિવસેના અને એનસીપીના બે જૂથો બન્યા છે. આ બે રાષ્ટ્રીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને કૉંગ્રેસ સિવાય આગામી વિધાનસભા ચૂંટણી લડશે એવું કહેવામાં આવી રહ્યું છે.

raj thackeray eknath shinde maharashtra navnirman sena shiv sena maharashtra political crisis political news mumbai news