બંધારણ અને આરક્ષણ બાબતે કૉન્ગ્રેસ ખુલ્લી પડી ગઈ છે

14 September, 2024 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ-પ્રદર્શનમાં BJPએ કહ્યું...

ઘાટકોપરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા BJPના નેતાઓ.

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત વખતે ભારતમાં આરક્ષણ રદ કરવા બાબતનું નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનના વિરોધમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઘાટકોપરના રમાબાઈનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે BJPના મુંબઈ અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે કહ્યું હતું કે ‘ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણના વિરોધમાં રાહુલ ગાંધીની ભૂમિકાનો અમે નિષેધ કરીએ છીએ. આરક્ષણ રદ કરવાનું તેઓ કહી રહ્યા છે. આથી રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસનો સાચો ચહેરો જનતા સામે ખુલ્લો પડી ગયો છે. મહારાષ્ટ્રની જનતા આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસને જવાબ આપશે.’ 
વિરોધ-પ્રદર્શનમાં પંકજા મુંડે, મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા, ભૂતપૂર્વ નગરસેવક પ્રકાશ ગંગાધરે, પ્રભાકર શિંદે અને BJPના મુંબઈના પદાધિકારીઓ અને કાર્યકરો સામેલ થયા હતા.

mumbai news mumbai ghatkopar bharatiya janata party congress rahul gandhi