midday

આંખના ફેમસ ડૉક્ટરના પુત્રની અંતિમવિધિમાં હાજર રહેવા રાહુલ ગાંધી દિલ્હીથી મહાબળેશ્વર આવ્યા

17 December, 2024 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં આંખના પ્રસિદ્ધ ડૉક્ટર બર્જોર પી. બાનાજીના ૩૫ વર્ષના પુત્ર રેયાન બાનાજીના અંતિમ સંસ્કારમાં મહાબળેશ્વર આવ્યા હતા. રાહુલ ગાંધીએ ડૉ. બાનાજી પાસે આંખની સારવાર કરાવી ત્યારથી બાનાજી ફૅમિલીનો તેમની સાથે ગાઢ સંબંધ છે.
રેયાન બાનાજી, રાહુલ ગાંધી

રેયાન બાનાજી, રાહુલ ગાંધી

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે મુંબઈમાં આંખના પ્રસિદ્ધ ડૉક્ટર બર્જોર પી. બાનાજીના ૩૫ વર્ષના પુત્ર રેયાન બાનાજીના અંતિમ સંસ્કારમાં મહાબળેશ્વર આવ્યા હતા. રાહુલ ગાંધીએ ડૉ. બાનાજી પાસે આંખની સારવાર કરાવી ત્યારથી બાનાજી ફૅમિલીનો તેમની સાથે ગાઢ સંબંધ છે.

રેયાન બાનાજી પોર્ટુગલના લિસ્બનમાં રુબી ટુર્નામેન્ટમાં ગયો હતો. થોડા દિવસ પહેલાં ત્યાં તેનું કાર્ડિઍક અરેસ્ટને લીધે અવસાન થયું હતું. તેની અંતિમ ઇચ્છા હતી કે અંતિમ સંસ્કાર તેના નેટિવ ટાઉન મહાબળેશ્વરમાં કરવામાં આવે એટલે તેના મૃતદેહને રવિવારે મહાબળેશ્વર લાવવામાં આવ્યો હતો.

ગાંધી પરિવાર અને રાહુલ ગાંધી તેમના દાદા સ્વ. ફિરોઝ ગાંધીના સમયથી બાનાજી પરિવાર સાથે કૌટુંબિક સંબધો ધરાવે છે. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી રવિવારે રાતે દિલ્હીથી પુણે અને ત્યાંથી ગઈ કાલે સવારે દસ વાગ્યે ભારે પોલીસ બંદોબસ્ત સાથે મહાબળેશ્વર પહોંચ્યા હતા. અહીં તેમણે બપોરે ૧૨.૩૦ વાગ્યે રેયાનના પારસી ધાર્મિક રિવાજો મુજબ કરવામાં આવેલાં અંતિમ સંસ્કારમાં હાજરી આપી  હતી.

આ પહેલાં રાહુલ ગાંધીએ બાનાજી પરિવારના મહાબળેશ્વરના બંગલાની મુલાકાત લીધી હતી અને ડૉ. બર્જોર બાનાજી, તેમની પત્ની જિનલ, રેયાનની પત્ની રોશની અને શોકગ્રસ્ત પરિવારને મળીને સંવેદના વ્યક્ત કરી હતી.

rahul gandhi mahabaleshwar new delhi news mumbai mumbai news