Punjab Terror Conspiracy: બબ્બર ખાલસાનો સભ્ય મુંબઈ મેટ્રો સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો, પકડાયો

25 December, 2024 10:49 AM IST  |  Mumbai | Faizan Khan

Punjab Terror Conspiracy: જતિન્દર સિંઘે માનખુર્દમાં કેવી રીતે આશ્રય મેળવ્યો હતો અને ક્રેન ઓપરેટરની નોકરી માટે તેને રાખતા પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે નહીં?

પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકવાદીઓને શસ્ત્રો સપ્લાય કરવામાં કથિત રીતે નિમિત્ત બનેલ જતિન્દર સિંહની તસવીર

Punjab Terror Conspiracy: ખાલિસ્તાની આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલી મુખ્ય વ્યક્તિ જતિન્દર સિંહ ઉર્ફે જ્યોતિ છેલ્લા ત્રણ મહિનાથી માનખુર્દમાં રહેતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તેની ધરપકડ પહેલા તે મેટ્રો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ક્રેન ઑપરેટર તરીકે કામ કરી રહ્યો હોવાની પણ જાણ થઈ છે.

તમને જણાવી દઈએ કે સોમવારે તેની ધરપકડથી મુંબઈની સુરક્ષા અને ગુપ્તચર તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે BKIને ગેંગસ્ટર અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાસે આવી બાબતો અંગે ચોક્કસ વિગતો નથી, કારણ કે તેઓ જે વ્યક્તિઓને નોકરીએ રાખે છે તેમની પૃષ્ઠભૂમિ ચકાસવાની જવાબદારી કોન્ટ્રાક્ટેડ કંપનીની હોય છે. "જો પોલીસ અમારી પાસેથી કોઈ માહિતી માંગશે, તો અમે તે કોન્ટ્રાક્ટરો પાસેથી મેળવીશું" એમ સૂત્રએ જણાવ્યું હતું. મિડ-ડેએ આરોપીઓને ક્રેન ચલાવવા માટે રાખનાર કલંબોલીના કોન્ટ્રાક્ટરનો પણ સંપર્ક કર્યો પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચંદીગઢની ટીમ ઘણા મહિનાઓથી પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં વોન્ટેડ જતિન્દર સિંહને શોધી જ રહી હતી. 

ચોક્કસ બાતમીના આધારે NIAની ટીમે માનખુર્દમાં તે જ્યાં રહેતો હતો તે સ્થળની તપાસ કરી. ગુપ્તતા (Punjab Terror Conspiracy) જાળવવા માટે સ્થાનિક એજન્સીઓને જાણ કર્યા વિના મેટ્રો કાર શેડ સાઇટ પર જ્યાં તે સપ્ટેમ્બરથી કામ કરી રહ્યો હતો ત્યાંથી તેની ધરપકડ કરતા પહેલા ટીમે થોડા દિવસો સુધી તેની પર નજર રાખી હતી. તેની ધરપકડ બાદ NIAએ ટ્રોમ્બે પોલીસને જાણ કરી અને જતિન્દર સિંહની કસ્ટડી લેતા પહેલા સ્ટેશન ડાયરીમાં સત્તાવાર રીતે ધરપકડની નોંધ પણ કરી છે.

મુંબઈ પોલીસ હવે તપાસ કરી રહી છે કે જતિન્દર સિંઘે માનખુર્દમાં કેવી રીતે આશ્રય મેળવ્યો હતો અને ક્રેન ઓપરેટરની નોકરી માટે તેને રાખતા પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી ઓપરેટિવની આ રીતની હાજરીએ મુંબઈ પોલીસ અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા વધારાની તપાસને પ્રોત્સાહન આપ્યું છે, જે આતંકવાદીના સ્થાનિક કનેક્શન અને તેના રોકાણ અને રોજગારની સુવિધા આપનારાઓની પણ તપાસ કરી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી મુંબઈ સ્થિત એક ક્રેન સર્વિસ પ્રોવાઈડરની જતિન્દર સિંહને નોકરી પર રાખવા બદલ તપાસ કરવામાં આવશે. પ્રારંભિક તારણો દર્શાવે છે કે નવી મુંબઈના ગુરુદ્વારાના કોઈ પરિચિત દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે BKI સાથે સંભવિત લિંક્સ સહિત તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને સિંઘને જે જે લોકોએ હાયર કર્યો હતો તેમાં સામેલ દરેક લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ."

સતર્કતા વધારી દેવાઈ 

સિંઘ ધરપકડથી મુંબઈમાં ખાલિસ્તાની (Punjab Terror Conspiracy) ઓપરેટિવ્સ અંગે ફરીથી ચિંતા વધી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓને શહેરમાં સંભવિત જોખમો પર તેમની તકેદારી અને દેખરેખ વધારવા માટે પ્રેરિત કરવામાં આવી છે. NIA અનુસાર જતિન્દર સિંહ નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે લંડા અને ગેંગસ્ટર બચિતર સિંહ ઉર્ફે પવિત્ર બટાલાનો નજીકનો સાથી છે.

જતિન્દર સિંહ પંજાબના ગુરદાસપુર જિલ્લાનો રહેવાસ છે. જુલાઈ 2024માં હથિયાર સપ્લાય કરનાર બલજીત સિંહ ઉર્ફે રાણાભાઈની ધરપકડ બાદથી તે ફરાર હતો. તેની ઓળખ BKI સાથે સંકળાયેલા લાંડા દ્વારા રચાયેલી આતંકી ગેંગના મુખ્ય સભ્ય તરીકે કરવામાં આવી છે.

NIA પાસેથી મળતી માહિતી અનુસાર જતિન્દર સિંહ પંજાબના લાંડા અને બટાલાના ઓન-ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને હથિયારો સપ્લાય કરવામાં મહત્વનો ભાગ ભજવતો હતો. તેણે મધ્યપ્રદેશ સ્થિત સપ્લાયર બલજીત સિંઘ પાસેથી હથિયારો મેળવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેની સામે આ કેસમાં ચાર્જશીટ થઈ ચૂકી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જતિન્દર સિંહે મધ્યપ્રદેશથી પંજાબમાં દસ પિસ્તોલ પહોંચાડી હતી અને તેને લાંડા અને બટાલાના ઓપરેટિવ્સને પહોંચાડી હતી. તે કથિત રીતે વધારાના શસ્ત્રોની દાણચોરી કરવાની યોજના બનાવી રહ્યો હતો પરંતુ NIAની ચાલુ કામગીરીને કારણે તેને અટકાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી સપ્લાય રૂટ પણ તેમના માટે આશ્ચર્યજનક છે કારણ કે BKI જે હથિયારોનો ઉપયોગ કરે છે, તે પાકિસ્તાનથી (Punjab Terror Conspiracy) આવતા હતા. એજન્સીઓ મધ્યપ્રદેશમાં તેમના પગના નિશાન પણ ચકાસી રહી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "મુંબઈમાં BKI આતંકવાદીની હાજરી ચિંતાજનક છે અને અમે તેની ગંભીર નોંધ લેવાઈ છે”

આતંકવાદી ષડયંત્રનો કેસ

આ વર્ષે BKI પંજાબ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાની યોજના (Punjab Terror Conspiracy) બનાવી રહ્યું હતું. NIAએ અગાઉ આ કેસના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી અને ઓક્ટોબરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ફરાર આરોપીઓમાંથી એક જતિન્દર સિંહ પર આરોપ છે કે તેણે અન્ય લોકોને હથિયારો પૂરા પાડ્યા હતા. આરોપીઓ ડિસેમ્બર 2022માં સરહાલી પોલીસ સ્ટેશન પર થયેલા રોકેટ ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતા. આ ઉપરાંત, તેમના પર લાંડાની સૂચના હેઠળ ઉદ્યોગપતિઓ પાસેથી જબરદસ્તી વસૂલી કરી હોવાનો આરોપ પણ છે.

mumbai news mumbai mumbai terror attacks mumbai metro mumbai police mumbai crime news mumbai crime branch punjab mankhurd