09 March, 2025 03:43 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના વાઘોલી વિસ્તારમાં આવેલી એક ફૅક્ટરીમાં બનાવટી પનીર તૈયાર કરવામાં આવી રહ્યું છે એવી માહિતીના આધારે પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓની ટીમે ફૅક્ટરી પર રેઇડ પાડી હતી. એ રેઇડ દરમ્યાન ૧૪૦૦ કિલો ભેળસેળવાળું પનીર, ૪૦૦ કિલો ગ્લિસરોલ મોનોસ્ટેરેટનો પાઉડર, ૧૮૦૦ કિલો સ્કિમ્ડ મિલ્કનો પાઉડર અને ૭૧૮ લીટર પામ તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ બધાંનાં સૅમ્પલ ચકાસણી માટે લૅબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. પોલીસે આ સંદર્ભે વધુ તપાસ ચાલુ કરી છે.