રાજ્યપાલ હટાવો, મહારાષ્ટ્ર બચાવો: રાજ્યમાં શિવભક્તોએ શરૂ કર્યું આંદોલન

04 December, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ આંદોલન આજથી સહકાર મંત્રી અતુલ સાવેના ઔરંગાબાદ નિવાસસ્થાનથી શરૂ થશે

ફાઇલ તસવીર

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ના છત્રપતિ શિવાજી મહારાજ વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. રાજ્યપાલ વિરુદ્ધ વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. રાજ્યપાલને મહારાષ્ટ્રથી તાત્કાલિક પાછા બોલાવવાની માગ પણ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યપાલના વિવાદાસ્પદ નિવેદન બાદ મરાઠા ક્રાંતિ મોરચા (Marathi Kranti Morcha)નું વલણ આક્રમક બન્યું છે. મરાઠા ક્રાંતિ મોરચાએ માહિતી આપી છે કે આજથી શિવભક્તો રાજકીય નેતાઓના ઘરની સામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરશે.

આ આંદોલન આજથી સહકાર મંત્રી અતુલ સાવેના ઔરંગાબાદ નિવાસસ્થાનથી શરૂ થશે. મરાઠા આરક્ષણ અરજીકર્તા વિનોદ પાટીલે માહિતી આપી છે કે ‘રાજ્યપાલને હટાવો, મહારાષ્ટ્ર બચાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ પક્ષના નેતાઓના ઘરની સામે ડ્રમના બીટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

શનિવારે ઔરંગાબાદમાં મરાઠા ક્રાંતિ મોરચા અને શિવભક્તોની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવરાયના અપમાનજનક નિવેદનોની આકરી નિંદા કરાઈ હતી. આ સમયે રાજ્યપાલને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરવામાં આવી છે. `રાજ્યપાલ હટાવો, મહારાષ્ટ્ર બચાવો` સાપ્તાહિક વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું., જેમાં દરરોજ વિવિધ પક્ષોના આગેવાનોના ઘર આગળ જઈને ઢોલ વગાડીને તેમના જવાબ મગાવવાનું નક્કી કરાયું હતું.

આ પણ વાંચો: નાહુર રેલવે-બ્રિજ પર આજે ગર્ડરનું કામ શરૂ થશે

સહકાર મંત્રી અતુલ સાવેના ઘર આગળ ઢોલ વગાડીને ડ્રમ બીટ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયે મંત્રી સાવેને કહ્યું કે, “શું તમે રાજ્યપાલ દ્વારા શિવરાયાના અપમાનથી વાકેફ છો? તમે રાજ્યપાલને હટાવવાની માગ કરી હતી?” વિનોદ પાટીલે માહિતી આપી છે કે આવા પ્રશ્નો પૂછવામાં આવશે.

mumbai mumbai news maharashtra aurangabad