‘ઝરૂખો’માં શનિવારે ‘ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના’ વિષય પર કાર્યક્રમ

01 March, 2024 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઠમી માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને બોરીવલીના શ્રી સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ દ્વારા શનિવાર, બીજી માર્ચે ‘ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના’ એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

‘ઝરૂખો’માં શનિવારે ‘ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના’ વિષય પર કાર્યક્રમ

આઠમી માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને બોરીવલીના શ્રી સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ દ્વારા શનિવાર, બીજી માર્ચે ‘ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના’ એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડૉ. સેજલ શાહ ‘ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના’ વિષય પર વાત કરશે. એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ. દર્શના ઓઝા ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના’ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર જે ગાયિકા અને સ્વરકાર પણ છે તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. સૌને જાહેર આમંત્રણ છે. સ્થળ : બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ). સમય : ૭.૨૦ વાગ્યે. 

mumbai news mumbai international womens day womens day gujaratis of mumbai gujarati community news