17 February, 2023 07:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાસેથી તેમનું મૂળ ચૂંટણી ચિહ્ન અને નામ છીનવીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને સોંપાયા બાદ હવે સાડા આઠ વાગ્યે ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રેસ કૉન્ફ્રેન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ટૂંક સમયમાં જ ઉદ્ધવ ઠાકરે દ્વારા આ પ્રેસ કૉન્ફ્રેન્સનું સંબોધન કરવામાં આવશે.
નોંધનીય છે કે શિવસેનામાં શિંદે જૂથના બળવા બાદ પાર્ટીના બે ભાગ થઈ ગયા હતા. જેમાં એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. બન્ને જૂથે શિવસેના નામ અને પ્રતીક પર પોત-પોતાનો દાવો કર્યો. આ દાવા બાદ શિંદે જૂથે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ માટે અનેક સુનાવણી થયા બાદ આજે એટલે કે 17 ફેબ્રુઆરી 2023ના રોજ ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને ધનુષબાણનું નિશાન બન્ને એકનાથ શિંદેના જૂથને સોંપવામાં આવે તેવો નિર્ણય આપ્યો છે.
આ પણ વાંચો : CM એકનાથ શિંદેને મળ્યું શિવસેનાનું નામ અને તીર કમાનનું નિશાન, જાણો વધુ
આ નિર્ણય આવ્યા બાદ એકનાથ શિંદે અને જૂથ તેમજ ડેપ્યુટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયાઓ પણ આવી છે. અને હવે ટૂંક સમયમાં જ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કૉન્ફ્રેન્સમાં પોતાનું નિવેદન આપશે.