ઓવરનાઇટ રેડ, સવારે ઑરેન્જ અને બપોર પછી યલો

27 July, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદને લઈને આટઆટલી અલર્ટ વેધશાળાએ જાહેર કરી હોવા છતાં ગઈ કાલે શહેરમાં નોંધી શકાય એટલો વરસાદ પણ નહોતો પડ્યો

પ્રતીકાત્મક તસવીર

વરસાદે બુધવારે અને ગુરુવારે બપોર સુધી મુંબઈને ધમરોળ્યા બાદ હવામાન વિભાગે ગઈ કાલ સવાર સુધી રેડ અલર્ટ અને ત્યાર બાદ ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી, પણ સવારના સમયે નજીવો વરસાદ વરસતા બપોરે એક વાગ્યે વેધશાળાએ આ ઑરેન્જ અલર્ટને ડાઉનગ્રેડ કરીને યલો કરી નાખી હતી અને હવે આજ માટે પણ એ જ રાખી છે.

ગઈ કાલે આખો દિવસ આકાશમાં વાદળાં છવાયેલાં રહ્યાં હતાં અને બપોરના સમયે ઘણા દિવસ બાદ સૂર્યનારાયણે દેખા દીધી હતી. મુંબઈ ઉપરાંત હવામાન વિભાગે ગઈ કાલે રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુણે, ચંદ્રપુર, ગોંદિયા, ગઢચિરોલી અને સાતારા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરીને ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી. જોકે ૨૮થી ૩૦ એટલે આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદ ન થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગઈ કાલે દિવસમાં મામૂલી વરસાદ થયો હતો. 

આંકડાબાજી
૨૫૪૭ - ચોમાસાની સીઝનમાં મુંબઈમાં સરેરાશ આટલો વરસાદ પડતો હોય છે
૧૮૫૯ - મુંબઈમાં ગઈ કાલ રાત સુધીમાં આટલો વરસાદ વરસી ચૂક્યો છે

mumbai news mumbai indian meteorological department monsoon news mumbai monsoon maharashtra news