16 September, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર પત્રકારો સાથે થયેલી એક બેઠકમાં કહ્યું હતું કે નવેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની શક્યતાઓ છે એટલે બેઠકોની વહેંચણી આવતા ૮થી ૧૦ દિવસમાં ફાઇનલ થઈ જશે અને જેનો મેરિટ અને સ્ટ્રાઇકરેટ સારો હશે તેને ઉમદેવારી આપવામાં આવશે. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાય તો બહેતર છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.