બાણગંગા તળાવનાં પગથિયાં ઉખેડી નાખ્યાં કૉન્ટ્રૅક્ટરે

26 June, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, બ્લૅકલિસ્ટ પણ કર્યો

મશીનને લીધે ઊખડી ગયેલાં બાણગંગા તળાવનાં પગથિયાં પુનઃસ્થાપિત કરતા BMCના વર્કરો. (તસવીર- સમીર સુર્વે)

વાલકેશ્વરના મલબાર હિલમાં આવેલા ઐતિહાસિક બાણગંગા તળાવનાં પગથિયાંને નુકસાન પહોંચાડવા બદલ ગઈ કાલે પોલીસે કૉન્ટ્રૅક્ટર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો એટલું જ નહીં, આ તળાવને રીડેવલપ કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ લેનારી કંપનીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બ્લૅકલિસ્ટ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બાણગંગા તળાવ અને પરિસરને ડેવલપ કરવા માટેની યોજના અંતર્ગત અત્યારે તળાવના ઉત્તર તરફના પ્રવેશદ્વાર પાસે કામ ચાલી રહ્યું છે. સોમવારે આ કામ કરતી વખતે કૉન્ટ્રૅક્ટ લેનારી કંપનીના કર્મચારીઓએ ખોદકામ કરવા માટેનું મશીન તળાવમાં ઉતારવાને લીધે પગથિયાં ઊખડી ગયાં હતાં. આ બાબતની જાણ થતાં BMCના અધિકારીઓએ મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં કૉન્ટ્રૅક્ટર કંપની સવાની હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ સામે બેદરકારીથી કામ કરીને ઐતિહાસિક તળાવને નુકસાન કરવાનો FIR નોંધાવ્યો હતો. નુકસાન થયું હતું એ પગથિયાંઓને ​રિપેર કરવામાં આવ્યાં હતાં. 

mumbai news mumbai south mumbai religious places malabar hill mumbai police