21 January, 2025 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સૈફ અલી ખાનના ખબરઅંતર પૂછવા સંજય દત્ત લીલાવતી હૉસ્પિટલમાં ગયો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી
સૈફના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના મામલામાં પોલીસે આરોપી મોહમ્મદ શેહઝાદની ધરપકડ કર્યા બાદ પાંચ દિવસની કસ્ટડી મેળવી છે. ૩૦ વર્ષના આ બંગલાદેશી આરોપીની અત્યારે બાંદરા પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી સૈફ અલી ખાન અને કરીના કપૂર બાંદરા-વેસ્ટમાં આવેલા સદગુરુ શરણ સોસાયટીમાં કેવી રીતે ગયો અને તે સૈફના ઘરની અંદર કેવી રીતે દાખલ થયો હતો એ જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. બાંદરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ અડધી રાતે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આ બનાવનો ઘટનાક્રમ જાણવા માટે આરોપી શેહઝાદનો સદગુરુ શરણ બિલ્ડિંગમાં સીન રીક્રીએટ કરવામાં આવશે.