પોલીસે મોબાઇલચોરની ધરપકડ કરીને ૧૫ લાખના ફોન રિકવર કર્યા

30 March, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મામલે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પોલીસે થાણેમાં ગયા અઠવાડિયે એક દુકાનમાંથી ચોરી થયેલા ૧૫ લાખ રૂપિયાના મોબાઇલ ફોન રિકવર કર્યા હતા. આ મામલે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. ફિરોઝ ઉર્ફે મોનુ નઈમ ખાને ૨૦ માર્ચે મોડી રાતે ભાઈંદરની એક મોબાઇલ-શૉપમાંથી ૧૬.૭૧ લાખ રૂપિયાના બાવીસથી વધુ હાઈ-એન્ડ ફોનની ચોરી કરી હતી. પોલીસે ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સ પર કામ કરીને મુંબઈના બાંદરામાં રહેતો આરોપી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી ત્યારે આરોપી દિલ્હી ભાગી ગયો હતો. દિલ્હીમાં ધરપકડ બાદ તેની પાસેથી ૧૪.૫૬ લાખ રૂ​પિયાના ૨૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

mumbai news mumbai thane crime thane mumbai crime news