15 November, 2024 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મતદાન બાદ પોલીસ-કર્મચારી
વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય નાગરિક ૨૦ નવેમ્બરે મતદાન કરશે. એ સમયે સુરક્ષાની જવાબદારી પોલીસની ઉપર રહેશે એટલે ફરજ પરના પોલીસ-કર્મચારી મતદાન નહીં કરી શકે. આથી ગઈ કાલથી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં પોસ્ટલ બૅલટ પેપરથી પોલીસ-કર્મચારીઓના મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. મુંબઈ ટાઉનની સાયન કોલીવાડા, શિવડી, ભાયખલા, મલબાર હિલ, મુમ્બાદેવી, કોલાબા વગેરે સાત વિધાનસભા બેઠકમાં પણ ગઈ કાલે પોલીસ-કર્મચારીઓએ મત આપવાની શરૂઆત કરી હતી, જે ૧૭ નવેમ્બરની સાંજ સુધી ચાલશે.