04 January, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કલ્યાણમાં પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા, સમયમર્યાદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે વ્યવસાય કરનારા અને ચરસીઓ સામે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ગુરુવારથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૨૨ કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે.
કલ્યાણના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અતુલ ઝેન્ડેએ કહ્યું હતું કે ‘સમયમર્યાદા કરતાં વધારે સમય સુધી દુકાન કે રેસ્ટોરાં ચાલુ રાખનારાઓ સામે ૪૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓ સામે ૧૦૧ કેસ નોંધવામાં આવ્યા છે અને જુદા-જુદા વિસ્તારોમાંથી ૮૧ ચરસીઓને પકડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ અભિયાન તીવ્ર બનાવવામાં આવશે.’