04 December, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડના રામદેવ પાર્ક, મીરા રોડ રેલવે-સ્ટેશન અને મીરા-ભાઈંદર રોડ પર આવેલાં મકાનોમાં લોકોનાં ઘરકામ કરવા બંગલાદેશી મહિલાઓ આવતી હોવાની ખબરીએ આપેલી માહિતીના આધારે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે કાર્યવાહી કરીને પાંચ મહિલાઓને ઝડપી લીધી હતી. આ મહિલાઓ કોઈ પણ દસ્તાવેજ વિના ગેરકાયદે રહેતી હતી અને લોકોનાં ઘરકામ કરતી હતી. પૂછપરછમાં તેમણે પોતે બંગલાદેશની હોવાનું કબૂલ્યું હતું.