બોરીવલીના લોકોને ડિનર-પ્રૉબ્લેમ

18 October, 2024 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૅસની લાઇન તૂટી એને કારણે સાત કલાક સપ્લાય બંધ રહી

ગઈ કાલે રાતે બોરીવલીના ચીકુવાડીમાં સમારકામ કરી રહેલા મહાનગર ગૅસ લિમિટેડના કર્મચારીઓ. (તસવીર: નિમેશ દવે)

બોરીવલી-વેસ્ટમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ગઈ કાલે રોડના રિપેરિંગનું કામ ચાલતું હતું ત્યારે અહીંથી પસાર થતી મહાનગર ગૅસની પાઇપલાઇનને નુકસાન થયું હતું જેને લીધે ગૅસની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. મહાનગર ગૅસ કંપનીના જણાવ્યા મુજબ આ બનાવને પગલે બોરીવલી-વેસ્ટના ભૂષણ પાર્ક, ચીકુવાડી, કોરા કેન્દ્ર રોડ, રણદિવે રોડ, ક્રા​ન્તિ પાર્ક રોડ વગેરે વિસ્તારમાં ગઈ કાલે સાંજે છ વાગ્યાથી રાતે એક વાગ્યા સુધી ગૅસની સપ્લાય નહોતી થઈ શકી. BMC દ્વારા રોડનું કામ કરવાનું હતું એટલે પહેલાં પાંચ વાગ્યે ગૅસની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. છ વાગ્યે ગૅસની લાઇન શરૂ કરવામાં આવી હતી ત્યારે એમાંથી ગૅસ લિક થવા લાગતાં ફરી સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. સાંજથી લઈને મોડી રાત સુધી ગૅસની સપ્લાય બંધ રહી હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકોને સાંજની રસોઈ બનાવવામાં મુશ્કેલી થઈ હતી એટલે તેમણે બહારથી ફૂડની વ્યવસ્થા કરવી પડી હોવાનું જાણવા મળ્યું હતું.

borivali brihanmumbai municipal corporation mumbai mumbai news