20 January, 2023 10:33 AM IST | Mumbai | Bakulesh Trivedi
વડા પ્રધાનના અમે પણ ફૅન : મિતેશ શાહ, પ્રદીપ ફોફાણી, જનક શાહ
બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સની સામે જ આવેલા મુંબઈના હીરાબજાર (બીડીબી - ભારત ડાયમન્ડ બુર્સ)ના વેપારીઓ ગઈ કાલની ગોઠવણથી ખુશ હતા. સવારે ઑફિસે આવતી વખતે તેમને કોઈ જ તકલીફ પડી નહોતી અને ટ્રાફિકની મૂવમેન્ટ પણ સ્મૂથ હતી. જોકે સાંજના સમયે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હોવાથી તેમને થોડું આગળ તરફ ચાલીને જવું પડ્યું હતું અને ત્યાંથી બસ મળી હતી. જોકે રિક્ષા અને વાહનોનો વિકલ્પ તો ખુલ્લો જ હતો. માર્કેટની સામે જ નરેન્દ્ર મોદી આવવાના હોવાથી માર્કેટના અનેક વેપારીઓ તેમને સાંભળવા મેદાનમાં પહોંચી ગયા હતા. હીરાબજારમાં જ અંદાજે ૨,૫૦૦થી ૪,૦૦૦ હજાર જેટલા વિવિધ કૅટેગરીના પાસ વહેંચાયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આમ તો માર્કેટ ફુલ ટાઇમ ચાલુ હતી. જોકે સાંજના સમયે સભા છૂટ્યા બાદ ભીડ થવાની શક્યતા હોવાથી હીરાબજારની મોટા ભાગની ઑફિસોમાં ૨.૩૦ વાગ્યાથી લઈને ચાર-પાંચ વાગ્યા સુધીમાં કર્મચારીઓને રજા આપી દેવાઈ હતી. દલાલભાઈઓ અને અન્ય કામકાજ સાથે સંકળાયેલા લોકો પણ વહેલા નીકળી ગયા હતા.
વડા પ્રધાનના અમે પણ ફૅન : મિતેશ શાહ, પ્રદીપ ફોફાણી, જનક શાહ
વડા પ્રધાનના અમે પણ જબરા ફૅન છીએ. તેમના આવવાથી વિકાસ થયો જ છે અને થતો રહેશે. આજે અમે હીરાબજારના અનેક વેપારીઓ તેમને સાંભળવા અહીં આવ્યા છીએ. બિઝનેસ માટે તેઓ પૉઝિટિવ છે.
વડા પ્રધાનને મળવાની ઇચ્છા : સમીર શાહ
આજે આમ તો માર્કેટમાં આવવામાં કોઈ તકલીફ નથી પડી. ઑફિસથી પણ વહેલા જ નીકળી ગયા. વડા પ્રધાન આપણી સાવ નજીક આવ્યા છે તો તેમને મળવાની ઇચ્છા તો છે જ. વીવીઆઇપી પાસ છે એટલે ચાન્સ લેવો છે. જો તેમને મળવા મળે તો આનંદ. આમ તો મારી અહીં પણ ઑફિસ છે, પણ મોટા ભાગે હું હૉન્ગકૉન્ગ રહું છું. અહીં હોવાથી વડા પ્રધાનને મળવાનો અને સાંભળવાનો ચાન્સ છોડાય નહીં.
મોદીના આવ્યા પછી પ્રગતિ જ પ્રગતિ : અસિમ શાહ, ટ્રેડર
મોદીના આવ્યા પછી ફરક પડ્યો જ છે. જેમને મહેનત કરીને આગળ વધવું છે તેમને એ ડિફરન્સ દેખાય છે અને જે લોકોને મહેનત નથી કરવી અને મફતનું જ ખાવું છું તેમને મોદીથી તકલીફ છે.