12 September, 2024 09:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીના ચીફ જસ્ટિસના ઘરે ગણેશ પુજા પર રાજકારણ ગરમાયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશોત્સવના (PM Narendra Modi performs Ganesh Puja at CJI Chandrachud house) શુભ તહેવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડના ઘરે ગૌરી-ગણેશ પૂજા કરી હતી. પીએમ મોદીની આ મુલાકાતને લઈને હવે જોરદાર રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓ દ્વારા વડા પ્રધાનના મુખ્ય ન્યાયાધીશના ઘરે બાપ્પાની પુજા કરવાની વાત પર ટીકા કરવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્ર પક્ષો જેમકે ભાજપ દ્વારા આ વાતને લઈને વિપક્ષની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. વિપક્ષે દાવો કર્યો હતો કે પીએમએ ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચે બંધારણીય રીતે ફરજિયાત અલગતા સાથે સમાધાન કર્યું છે, પરંતુ ભાજપે વળતો પ્રહાર કરતાં ટીકાને હિન્દુત્વની દ્વેષ ગણાવી છે.
શિવસેના યુબીટીના નેતા અને સાંસદ સંજય રાઉતે (PM Narendra Modi performs Ganesh Puja at CJI Chandrachud house) પીએમની ટીકા કર કહ્યું “અમારો મહારાષ્ટ્રનો કેસ - CJI ચંદ્રચુડ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, તેથી અમને શંકા છે કે અમને ન્યાય મળશે કે કેમ કારણ કે PM આ કેસમાં અન્ય પક્ષકાર છે. શું આવી સ્થિતિમાં CJI ચંદ્રચુડ અમને ન્યાય અપાવી શકશે? અમને તારીખો પછી તારીખો મળી રહી છે અને અહીં ગેરકાયદેસર સરકાર કામ કરી રહી છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એવી રીતે તૂટી ગઈ હતી. અમને ન્યાય નથી મળી રહ્યો અને પીએમ મોદી તેમને બચાવવા માટે મહારાષ્ટ્રની ગેરકાયદેસર સરકારમાં ઘણો રસ લઈ રહ્યા છે. CJI જેમણે અમને ન્યાય આપવાનો છે, તે PM સાથે આવો બોન્ડ શૅર કરે છે!”.
આ અંગે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે રાઉતની ટીકાનો જવાબ આપ્યો. એક નિવેદનમાં, તેમણે કહ્યું "હિન્દુ લાગણીઓ અને અમારા તહેવારો પર વિપક્ષી નેતાઓએ શરમજનક હુમલા અને નિંદા કરી હતી, જેને આપણે ગર્વથી ઉજવીએ છીએ. આ સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (PM Narendra Modi performs Ganesh Puja at CJI Chandrachud house) પણ વિપક્ષની પ્રતિક્રિયાને હિન્દુત્વ સામે નફરત ગણાવી હતી અને તત્કાલિન CJI સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કેટલાક જૂના ફોટા ટ્વીટ કર્યા, અને ધ્યાન દોર્યું કે ભૂતપૂર્વ CJI બાલક્રિષ્નન ઇફ્તાર પાર્ટી માટે તત્કાલીન વડા પ્રધાનના નિવાસસ્થાને ગયા હતા, અને તે સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો.
“દેશભરમાં ગણેશોત્સવ ઉજવાય છે. ગઈકાલે, માનનીય વડા પ્રધાન મોદી (PM Narendra Modi performs Ganesh Puja at CJI Chandrachud house) CJI ના નિવાસસ્થાને ગયા અને ગૌરી-ગણેશ પૂજન કર્યું. CJI મૂળ મહારાષ્ટ્રના છે અને દર વર્ષે તે મહારાષ્ટ્રીયન વ્યક્તિ પાસેથી ભગવાન ગણેશની મૂર્તિ લાવે છે પરંતુ આજે, સમગ્ર ઇકોસિસ્ટમ જાણે કે નરક છૂટું પડી ગયું હોય તેમ સક્રિય થયું હતું. ફરક માત્ર એટલો છે કે અગાઉના વડા પ્રધાનો તેમના નિવાસસ્થાને ઈફ્તાર પાર્ટીઓ યોજતા હતા અને આ પાર્ટીઓમાં ચીફ જસ્ટિસ હાજરી આપતા હતા. તો પછી માનનીય પીએમ ગણપતિ અને મહાલક્ષ્મી પૂજા માટે ગયા પછી આવો હોબાળો કેમ? ઊંડો પ્રશ્ન એ છે કે શું આ મહારાષ્ટ્રીયન તહેવારોનું, મહારાષ્ટ્ર ધર્મનું, મરાઠી સંસ્કૃતિનું અપમાન નથી? એવું કહી ફડણવીસે દરેક વિપક્ષના ટીકાકારોની ઝાટકણી કાઢી હતી.