28 November, 2024 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે હવે પોલીસે કડક તપાસ હાથ ધરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi gets death Threat) મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હોવાની માહિતી, પોલીસ અધિકારીએ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા મુંબઈ પોલીસને કથિત રૂપે કૉલ કરવા બદલ 35 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અંબોલી પોલીસે એફઆઈઆર નોંધી છે અને 27 નવેમ્બરે મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને કથિત રીતે કૉલ કરવા બદલ 35 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.
અંબોલી પોલીસના જણાવ્યાં અનુસાર, અહીંના મુખ્ય કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો જેમાં કૉલ અચાનક કૉલ ડિસ્કનેક્ટ થતાં પહેલા આરોપી મહિલાએ જણાવ્યું હતું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી.” અંબોલી પોલીસ સ્ટેશનના (PM Narendra Modi gets death Threat) એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પરિસ્થિતિની ગંભીરતાને જોતા, અમે એફઆઈઆર નોંધી હતી. જે નંબર પરથી કૉલ આવ્યો હતો તે સ્વીચ ઑફ હતો, પરંતુ કૉલ કરનારની ઓળખ 35 વર્ષીય મહિલા તરીકે થઈ હતી," એમ અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે પુષ્ટિ કરી છે કે મહિલાનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તે માનસિક રીતે અસ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઉમેર્યું હતું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
શાહરુખ ખાનને પણ મારી નાખવાનો આવ્યો હતો ફોન
શાહરુખ ખાનને મારી નાખવાની ધમકી આપીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં મુંબઈ પોલીસ (PM Narendra Modi gets death Threat) છત્તીસગઢ પોલીસની મદદથી રાયપુરથી ઍડ્વોકેટ ફૈઝાન ખાનને પકડી લાવી છે. તેના ફોનથી જ શાહરુખને ધમકી આપવામાં આવી હતી. જોકે તેણે પ્રાથમિક તપાસમાં એમ કહ્યું હતું કે મારો ફોન બીજી નવેમ્બરથી ખોવાઈ ગયો છે અને એ માટે મેં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે મેં શાહરુખ ખાન સામે કરેલી ફરિયાદને કારણે મને આ ધમકીના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે તેને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૫ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.
બાન્દ્રા પોલીસ-સ્ટેશનમાં ગયા અઠવાડિયે એક ફોન આવ્યો હતો જેમાં શાહરુખ ખાન જો ૫૦ લાખ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી. બાન્દ્રા (PM Narendra Modi gets death Threat) પોલીસે તપાસ કરીને એ ફોન છત્તીસગઢના રાયપુરમાંથી આવ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. એ ફોન ઍડ્વોકેટ ફૈઝાન ખાનના નામે રજિસ્ટર્ડ છે એથી પોલીસે બીજા જ દિવસે તેને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેનો ફોન બીજી નવેમ્બરે ખોવાઈ ગયો હતો અને એ માટે તેણે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે પોલીસને તેની વાત પર ભરોસો નહોતો એટલે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવું લાગી રહ્યું છે કે તે ગેરમાર્ગે દોરી રહ્યો છે.