પીએમ મોદી આપશે અનંત-રાધિકાના રિસેપ્શનમાં હાજરી? આવું છે મોદીનું મુંબઈ શેડ્યૂલ

13 July, 2024 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે, 13 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ, રેલ અને બંદર સાથે સંબંધિત ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી બાદ આજે પહેલીવાર પીએમ મોદી મુંબઈની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે પીએમ મોદી અનંત અંબાણી અને રાધિકા અંબાણીના રિસેપ્શન (Anant-Radhika`s Reception)માં પણ હાજરી આપી શકે છે. જાહેર કરાયેલા નિવેદન મુજબ પીએમ મોદી સાંજે 05.15 કલાકે મુંબઈ ઍરપોર્ટ પહોંચશે. આ પછી તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. દરમિયાન રાત્રે 8થી 9 વાગ્યા સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શન (Anant-Radhika`s Reception)માં હાજરી આપી શકે છે.

‘ચૂંટણી પછી પહેલીવાર મુંબઈ જઈ રહ્યો છું’

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. તેમના ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદીની આ પ્રથમ મુંબઈ મુલાકાત છે. આજે, 13 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ, રેલ અને બંદર સાથે સંબંધિત ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે, જેનો કુલ ખર્ચ આશરે 29,400 કરોડ રૂપિયા હશે, જેમાં પીએમ મોદી 16,600 કરોડ રૂપિયાના થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.

વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

આ સિવાય પીએમ મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી થાણે ટનલ પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ ભાગ લેશે.પીએમ મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 6300 કરોડ રૂપિયાની ટનલનો શિલાન્યાસ કરશે. આ સિવાય પીએમ મોદી 8400 કરોડ રૂપિયાના બોરીવલી-થાણે ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1170 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, ગોરેગામ-ઈસ્ટમાં આવેલા નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં સાંજે પાંચ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મુંબઈનાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ સબર્બ્સને જોડતા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બોરીવલી નૅશનલ પાર્કની નીચે બનાવવામાં આવનારી ૪.૭ કિલોમીટર લાંબી ટ્​વિન ટનલના કામનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન આ સમયે બીજા કેટલાક પૂરા થઈ ગયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

એક કલાકનો સમય રખાયો

આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય પીએમ મોદી માટે રાખવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી અનંત અને રાધિકાના રિસેપ્શન (Anant-Radhika`s Reception)માં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે ફેરા લીધા હતા. આ સમય દરમિયાન, અનંત અંબાણી, તેમની માતા નીતા અંબાણી, ભાભી શ્લોકા મહેતા અંબાણી, ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી સહિત દરેકનો લૂક જોવા લાયક હતો.

narendra modi Anant Ambani Radhika Merchant Wedding Anant Ambani radhika merchant mukesh ambani nita ambani mumbai mumbai news