PM Modi in Nashik:રોડ શૉ બાદ કાલારામ મંદિરમાં પૂજા કરી મંજીરા વગાડ્યા પીએમ મોદીએ

12 January, 2024 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in Nashik)મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા નાસિક (PM Modi in Nashik)માં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર હતાં.

નાસિકમાં પીએમ મોદીનો રોડ શૉ

PM Modi in Nashik: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા નાસિક (PM Modi in Nashik)માં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર હતા. રોડ શો બાદ વડાપ્રધાન મોદીએ ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડ ખાતે પૂજા અર્ચના કરી હતી.

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી કાલારામ મંદિર પહોંચ્યા હતા અને અહીં પણ પૂજા કરી. પીએમ મોદીએ અહીં સંગીતનું વાદ્ય (મંજીરા) પણ વગાડ્યું હતું. આ પછી પીએમએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ અહીં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

બે કિલોમીટર લાંબો રોડ શો 35 મિનિટ સુધી ચાલ્યો હતો

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન (PM Modi in Nashik)નો રોડ શો નાસિકના હોટલ મિર્ચી ચોકથી શરૂ થયો હતો. વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોના માર્ગો પર હજારો લોકો હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા કલાકારો અને આદિવાસીઓએ પ્રસ્તુતિઓ આપી હતી. `નાસિક ઢોલ` જેવા વિશેષ જૂથોએ પણ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ રોડ શો લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો હતો અને બે કિલોમીટરથી વધુનું અંતર કાપીને સંત જનાર્દન સ્વામી મહારાજ ચોક ખાતે સમાપ્ત થયો હતો.

પીએમ મોદીને પરંપરાગત પાઘડી પહેરાવવામાં આવી હતી

રોડ શો પછી પીએમ મોદી ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડ પહોંચ્યા, જ્યાં તેમને નાસિક પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લાએ પરંપરાગત પાઘડી પહેરાવી. વડાપ્રધાને ત્યાં જળ પૂજન અને આરતી કરી હતી. તેઓ અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરુકુલ પીઠના વડા અન્નાસાહેબ મોરે, નાસિક સ્થિત કૈલાશ મઠના સ્વામી સંવિદાનંદ સરસ્વતી અને ભાજપના આધ્યાત્મિક સેલના તુષાર ભોસલેને પણ મળ્યા હતા.

કાલારામ મંદિરમાં પૂજા કરી હતી

વડાપ્રધાને ભગવાન રામના પ્રખ્યાત મંદિર, કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ મંદિર 2 માર્ચ, 1930ના રોજ બીઆર આંબેડકર દ્વારા મંદિરમાં દલિતોના પ્રવેશની માંગ સાથે શરૂ કરાયેલા વિરોધ માટે પણ જાણીતું છે.

nashik narendra modi maharashtra news eknath shinde mumbai news