25 January, 2025 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) દ્વારા પ્રજાસત્તાકદિન નિમિત્તે ગઈ કાલે આઝાદ મેદાનમાં દેખાવો કર્યા હતા
પ્રાણીઓને થતી કતલ અને એમના પર થતા અત્યાચારને રોકવા પ્રાણીપ્રેમી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) દ્વારા પ્રજાસત્તાકદિન નિમિત્તે ગઈ કાલે આઝાદ મેદાનમાં દેખાવો કર્યા હતા. સંસ્થાના વૉલન્ટિયરોએ ઑરેન્જ, સફેદ અને લીલા (તિરંગાના રંગનાં) કપડાં પહેરી; બકરી, મરઘાં અને ગાયનાં મોહરાં પહેરીને લોકોને અપીલ કરી હતી કે શાકાહારી બનો અને મરઘાં અને અન્ય પ્રાણીઓની કતલ ન કરો.