17 February, 2023 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મુંબઈના (Mumbai) બાબુલનાથ મંદિરમાં મહાશિવરાત્રીના (Mahashivratri Guidelines for Babulnath Temple Mumbai) ઉત્સવને લઈને સ્થાનિક વિધેયક અને રાજ્યના પર્યટન મંત્રી મંગલપ્રભાત લોઢાની હાજરીમાં મંત્રાલયમાં મંદિર ટ્રસ્ટ અને ભક્ત પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે મહાશિવરાત્રી દરમિયાન આ બેઠકમાં મંદિરમાં શિવલિંગ પર બિલિપત્ર અને ફૂલ ચડાવવાની સાથે જ જળાભિષેકની પણ પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિતિન ઠક્કર, ટ્રસ્ટી પ્રદીપ શ્રૉફ સહિત શ્રદ્ધાળુઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા.
કોરોના કાળમાં મંદિરમાં પૂજા-અર્ચચના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ આઈઆઈટીના એક રિપૉર્ટ પ્રમાણે એક રિપૉર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે શિવલિંગ પર હળદર, કંકૂ કે અન્ય પૂજન સામગ્રી ચડાવવાથી, ચંદનનો લેપ લગાડવાથી શિવલિંગ ઘસાઈ જાય છે અને ક્ષતિગ્રસ્ત થાય છે. આ સંબંધે શ્રદ્ધાળુઓ તરફથી પૂજા ફરૂ શરૂ કરવાની માગ કરવામાં આવી રહી હતી.
આ મુદ્દે સ્થાનિક વિધેયક તેમજ પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મંત્રાલયમાં મદિરના ટ્રસ્ટીઓ તેમજ શ્રદ્ધાળુ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. આ સમયે મહાશિવરાત્રીના દિવસે બિલિપત્ર તેમજ ફૂલ ચડાવવાની સાથે જળાભિષેકની પણ પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો : મહાશિવરાત્રીથી આ 5 રાશિઓના જાતકોના શરૂ થશે સારા દિવસો: થઈ જશે ચાંદી-ચાંદી
મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે મહાશિવરાત્રીના દિવસે પોલીસ પ્રશાસન સાથે મંદિરના બધા ટ્રસ્ટી શ્રદ્ધાળુઓની મદદ માટે હાજર રહેશે. ભક્તોને સહયોગ કરવો જોઈએ. એ ચોક્કસ ધ્યાન રાખવામાં આવવું જોઈએ કે શિવલિંગ ક્ષતિગ્રસ્ત ન થાય કે ઘસાઈ ન જાય. પણ સાથે ભક્તોની ભાવનાઓનું પણ મહત્વ છે. મંદિર આપણાં બધાનું છે. આની સુરક્ષા આપણી જવાબદારી છે. તેમણે બધાને મહાશિવરાત્રીને ઉત્સાહ સાથે ઉજવવાનો આગ્રહ કર્યો.