નહાતી કિશોરીને છુપાઈને જોનારને રંગેહાથ પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો

03 October, 2024 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યુવક કેટલા સમયથી કિશોરીને છૂપી રીતે જોતો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભાઈંદરમાં એક સગીર વયની કિશોરી નહાતી હતી ત્યારે તેને છુપાઈને જોનારા યુવકને લોકોએ ગઈ કાલે રંગેહાથ પકડીને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ભાઈંદર-વેસ્ટમાં એક સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ઘરમાં નહાઈ રહેલી કિશોરીને એક યુવક બે દિવસથી વહેલી સવારે છુપાઈને નિહાળતો હોવાની જાણ કિશોરીની મમ્મીને થઈ હતી. આથી કિશોરીની મમ્મીએ એ યુવક પર નજર રાખી હતી. ગઈ કાલે યુવક ફરી બાથરૂમની બારી પાસે પહોંચ્યો હતો ત્યારે કિશોરીની મમ્મીએ આસપાસના લોકોને જાણ કરી હતી. બધાએ એ યુવકને રંગેહાથ પકડી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં ભાઈંદર પોલીસને હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આ યુવક કેટલા સમયથી કિશોરીને છૂપી રીતે જોતો હતો અને તે વહેલી સવારે જ બાથરૂમમાં નહાવા જાય છે એની જાણ તેને કેવી રીતે થઈ એની તપાસ કરી રહી છે.

mumbai news mumbai bhayander Crime News sexual crime