06 July, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં અત્યારે નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પેપર ફૂટવાના પ્રકરણમાં વાતાવરણ ગરમ છે. મહારાષ્ટ્ર સરકારના અત્યારે મુંબઈમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પણ વિરોધ પક્ષોએ સરકારી નોકરીની ભરતી અને પેપર ફૂટવાને મુદ્દે ટીકા કરી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પેપર ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરીને દંડિત કરવા માટેનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના એક્સાઇઝ મિનિસ્ટર શંભુરાજ દેસાઈએ ગઈ કાલે વિધાનસભામાં ‘મહારાષ્ટ્ર કૉમ્પિટિટિવ એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) ઍક્ટ ૨૦૨૪’ બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં
મહારાષ્ટ્રમાં સરકારી નોકરી માટેની એક્ઝામનાં પેપર ફોડવાના કેસમાં કોઈ દોષી ઠરે તો તેને એક કરોડ રૂપિયાનો દંડ અને ત્રણથી દસ વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી નોકરી મેળવવા માટેની એક્ઝામનાં પેપર ફોડવા સંબંધી કાયદો બનાવ્યો છે. મહારાષ્ટ્રની અગાઉની સરકારે પણ આવો જ કાયદો લાવવાનો નિર્ણય લીધો હતો. આથી ચોમાસુ સત્રમાં કાયદો લાવવામાં આવશે.