13 December, 2022 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
દરદીઓને હૉસ્પિટલ સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદવાની ફરજ ન પાડી શકાય એમ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ જણાવ્યું હતું.
એફડીએ કમિશનર અભિમન્યુ કાળે દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે એફડીએને હૉસ્પિટલોના ડ્રગ સ્ટોર્સમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો વારંવાર મળે છે. હૉસ્પિટલ દરદીને એની સાથે સંકળાયેલા સ્ટોર્સમાંથી દવા ખરીદવાની ફરજ પાડે એ ગેરકાયદેસર છે એમ તમામ ડિવિઝનલ જૉઇન્ટ કમિશનર્સ, અસિસ્ટન્ટ કમિશનર્સ અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સ (ડ્રગ્સ)ને સંબોધતા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું.
દરદીઓએ હૉસ્પિટલ સાથે સંલગ્ન આવી શૉપ્સમાંથી દવાઓ ખરીદવાની જરૂર નથી અને કોઈ પણ લાઇસન્સ ધરાવતા ડ્રગ સ્ટોરમાંથી દવા ખરીદી શકાય છે એમ એમાં જણાવવામાં આવ્યું હતું.