24 February, 2019 08:10 PM IST | મલાડ, મુંબઈ
મહિલા પેસેન્જરને લોકલ ટ્રેન નીચે આવતા બચાવી.
મુંબઈની લોકલ ટ્રેન એ શહેરના લોકોની જીવાદોરી છે. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે લોકલ ટ્રેનમાં ઘણી દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. ત્યારે ઘણીવાર કેટલીક દુર્ઘટનાઓમાંથી લોકો ઉગરી પણ જતા હોય છે.
મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર એવી જ એક ઘટના સામે આવી છે. મલાડ સ્ટેશન પર એક મહિલા પેસેન્જર ટ્રેનમાં ચડવા જતી હતી અને ટ્રેન ચાલવા લાગી. ત્યારે સ્ટેશન પરના અન્ય એક મુસાફરે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક કર્મચારીએ ભેગા મળીને એ મહિલાને ખેંચીને બચાવી લીધી.