થાણેમાં સરકારી હૉસ્પિટલની મોટી લાપરવાહી, પગને બદલે બાળકના પ્રાઈવેટ પાર્ટનું કરી દીધું ઓપરેશન

30 June, 2024 01:51 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane Doctors Performs Wrong Surgery: ડૉક્ટરોને બાળકના પગની સર્જરી કરવાની હતી જેથી તેને 15 જૂને રોજ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક હૉસ્પિટલમાંથી (Thane Doctors Performs Wrong Surgery) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાણે જિલ્લામાં આવેલા શાહપુરમાં રહેતા એક નવ વર્ષના છોકરાના માતા-પિતાએ આરોપ મૂક્યો છે કે સ્થાનિક ઉપ-જિલ્લા હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમના પુત્રના પગને બદલે તેના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કરી દીધું છે. તેઓ તેમના પુત્રના પગમાં થયેલી ઈજાની સર્જરી માટે ગયા હતા. જો કે ઑપરેશન થિયેટરમાં ડૉક્ટરોએ પગની જગ્યાએ છોકરાના લિંગનું ઓપરેશન કરી દીધું. આ ભૂલ ડૉક્ટરોના ધ્યાનમાં આવતા તેમણે છોકરાના પગની સર્જરી પણ પછીથી કરી હતી. છોકરાના પરિવારે ડૉક્ટરોની આ લાપરવાહી માટે શાહપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કહ્યું કે માતા-પિતાની ફરિયાદના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

થાણેની સરકારી હૉસ્પિટલના (Thane Doctors Performs Wrong Surgery) સિવિલ સર્જને પણ છોકરાના માતા-પિતાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી છે. પીડિત પરિવાર શાહપુરના સારાવલી ગામમાં રહે છે. પિતા મજૂરી કરે છે, માતા ઘરમાં કામ કરે છે. તેમનો પુત્ર ભણે છે. પરિવારના આરોપ મુજબ, ગયા મહિને તેમનો નવ વર્ષનો દીકરો મિત્રો સાથે રમવા ગયો હતો તે દરમિયાન તેને પગમાં ઇજા થઇ હતી. બાળકને આ ઇજામાં ચેપ થઈ જતાં તેને સારવાર માટે વારંવાર હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોને બાળકના પગની સર્જરી કરવાની હતી જેથી તેને 15 જૂને રોજ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પરિવારની માહિતી મુજબ, બાળકના પગની સર્જરી સ્વપ્નીલ (Thane Doctors Performs Wrong Surgery) નામના ડૉક્ટરે કરી હતી. બાળકની માતાએ કહ્યું, `જ્યારે ડૉક્ટર મારા પુત્રને ઑપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા, ત્યારે મારા પુત્રએ મને જણાવ્યું કે ડૉક્ટરે તેના પગની જગ્યા તેના પ્રાઈવેટ અંગનું ઓપરેશન કર્યું છે. જ્યારે મેં ડૉક્ટરને આ વિશે પૂછ્યું, ત્યારે તેઓ તરત જ મારા દીકરાને પાછા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને તેના પગનું ઓપરેશન કર્યું.` આ બાબતે ડૉક્ટરને પુછવામાં આવતા તેમણે છોકરાને કઈ નહીં થશે એવું કહ્યું હતું.

આ વાતથી બાળકના પરિવારે હંગામો કર્યો હતો અને જ્યાં સુધી હૉસ્પિટલ બાળકને કઈ થશે નહીં એવું લેખિતમાં નહીં આપટે ત્યાં સુધી તેઓ બાળકને ઘરે નહીં લઈ જશે એવું કહ્યું હતું. આ દરમિયાન, પરિવારે ફરિયાદ કર્યા બાદ, શહેરના કાર્યકરોએ આ મુદ્દાને ઉઠાવ્યો છે અને પગના ઓપરેશનમાં ભૂલ માટે જવાબદાર ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

શાહપુરના ઉપ-જિલ્લા આરોગ્ય હૉસ્પિટલના આરોગ્ય અધિકારી (Thane Doctors Performs Wrong Surgery) ગજેન્દ્ર પવારે આ મામલે સ્પષ્ટતા આપી અને કહ્યું કે, `પગમાં ઇજાના કારણે બાળકને ફાઈમોસિસની સમસ્યા પણ હતી, જેના કારણે તેના લિંગનું ઓપરેશન કર્યું, પરંતુ પરિવારે દાવો કર્યો છે કે એવું કશું નથી. છોકરાના માતા-પિતાએ જણાવ્યું કે ડૉક્ટરોને સર્જરીમાં ભૂલ થઇ હતી. સમાન ઉંમરના ત્રણ દર્દીઓનું ઓપરેશન થવાનું હતું. બીજા વ્યક્તિના લિંગનું ઓપરેશન હતું, પરંતુ ડૉક્ટરોએ તેમના પુત્રનું કરી દીધું.

thane crime thane mumbai news mumbai