પરાગ શાહ ૩૩૮૩ કરોડની સંપત્તિ સાથે રાજ્યના સૌથી શ્રીમંત ઉમેદવાર

31 October, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ની ચૂંટણીમાં પણ પરાગ શાહ ૫૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર રહ્યા હતા

પરાગ શાહ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાજ્યભરમાં ૭૯૯૫ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની પાસે કેટલી સંપત્તિ છે એની માહિતી સાથેનું સોગંદનામું ચૂંટણીપંચમાં દાખલ કરવામાં આવે છે. ઉમેદવારોએ દાખલ કરેલાં સોગંદનામાંમાં જણાઈ આવ્યું છે કે આ ચૂંટણીમાં ૩૩૮૩ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી શ્રીમંત ઉમેદવાર  ઘાટકોપર-ઈસ્ટના પરાગ શાહ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પરાગ શાહ ૫૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર રહ્યા હતા. પાંચ વર્ષમાં પરાગ શાહની સંપત્તિમાં ૫૭૫ ટકાનો વધારો થયો છે. સંપત્તિમાં એકથી ચાર નંબરે રહેલા તમામ ઉમેદવારોને તેમની પાર્ટીએ રિપીટ કર્યા છે.

447- BJPના મુંબઈની મલબાર હિલ બેઠકના ઉમેદવાર મંગલ પ્રભાત લોઢા આટલા કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રાજ્યમાં બીજા નંબરે છે

333- શિવસેનાના થાણેની ઓવળા-માજીવાડા બેઠકના ઉમેદવાર પ્રતાપ સરનાઈક આટલા કરોડની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે

129- BJPના મુંબઈની કોલાબા બેઠકના ઉમેદવાર રાહુલ નાર્વેકર આટલા કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા નંબરે છે

mumbai news mumbai ghatkopar maharashtra assembly election 2024 assembly elections bharatiya janata party