Panvel Crime: મુંબઈના બે કિશોરોએ તેમની ક્લાસમેટનો ન્યૂડ ફોટો મોર્ફ કરી ચડાવ્યો ઇન્સ્ટા પર- ગુનો નોંધાયો

06 October, 2024 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Panvel Crime: સગીર કિશોરીને કોઈ ત્રીજી જ વ્યક્તિએ આવીને ન્યૂડ ફોટો વાયરલ થયો હોવાની વાત કરી ત્યારે તે કંપી ઊઠી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

નવી મુંબઈના પનવેલમાંથી ચોંકાવનારી ઘટના (Panvel Crime) સામે આવી છે. અહીં 12મા ધોરણના બે વિદ્યાર્થીઓ પર પનવેલ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બંને મિત્રોએ તેમની 15 વર્ષની ક્લાસમેટના ન્યૂડ ફોટોઝ શેર કર્યા હતા. આ રીતે બંને પર ઈન્સ્ટાગ્રામ પર કથિત રીતે મોર્ફિંગ અને ન્યૂડ ફોટો શેર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. 

3 ઓક્ટોબરના રોજ આ ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સગીરને કોઈ ત્રીજી જ વ્યક્તિએ આવીને ન્યૂડ ફોટો વાયરલ થયો હોવાની વાત કરી ત્યારે તે કંપી ઊઠી હતી અને સગીરે તેના માતા-પિતાને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ બંને સગીરો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જાતીય સતામણી, બદનક્ષી અને સગીરની નમ્રતા પર અત્યાચાર જેવા ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસ (Panvel Crime)માં જે બે આરોપી છે તે પનવેલ તાલુકાના કરંજડે અને નેરે ગામના હોવાની માહિતી સામે આવી છે. એક છોકરાએ કથિત રીતે સગીર છોકરીની તસવીર મોર્ફ કરીને ઇન્સ્ટાગ્રામ અપર પોસ્ટ કરી હતી જ્યારે બીજાએ તેને આગળ બીજે શેર કરી હતી. 

ધરપકડ કરવામાં આવી નથી. 

17 વર્ષીય અને અન્ય 18 વર્ષના સગીર સામે પોલીસે ગુનો (Panvel Crime) દાખલ કર્યો છે. જોકે હજી તેની ઉંમરની ચકાસણી કરવામાં આવી રહી છે. હજી આ બંને આરોપી સગીરોની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસ તેમની સામે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

કિશોરોમાં વધી રહેલ સાયબરબૂલિંગની સમસ્યા મોટી ચિંતા 

જોકે, પનવેલમાંથી સામે આવેલી આ પ્રકારની ઘટનાએ ચોક્કસપણે ઓનલાઈન સલામતી અને સગીર બાળકોમાં સાયબરબૂલિંગની સમસ્યા અંગે ચિંતા વધારી છે. અત્યારે તો આ ઘટનામાં પોલીસે સગીરોની આ મામલે સંડોવણી તેમ જ તેઓના દ્વારા જે રીતે પીડિતાને ભાવનાત્મક અને માનસિક ત્રાસ થયો છે તેને ગંભીરતાથી લઈને કેસ દાખલ કર્યો છે. બંને આરોપીઓને પોકસો એક્ટ હેઠળ ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે એમ જણાઈ રહ્યું છે.

Panvel Crime: તાજેતરમાં જ એક વ્યક્તિએ તેની કિશોરવયની પુત્રી ગુમ થયા પછી અપહરણની ફરિયાદ પોલીસમાં  નોંધાવી હતી, પરંતુ પાછળથી તે જાણવા મળ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી તેના પર કથિત રીતે જાતીય હુમલો કરી રહ્યો હતો અને તેણે આ ગુનાઓમાંથી બચવા માટે મુંબઈમાં ઘર છોડી દીધું હતું.  પોલીસે ગુરુવારે 46 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai navi mumbai panvel sexual crime Protection of Children from Sexual Offences Act POCSO mumbai police