પાલઘર ગૅન્ગરેપ સંદર્ભે મહિલા આયોગે આપ્યો તપાસનો આદેશ

20 December, 2022 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજર પર તેના બૉયફ્રેન્ડ અને ૭ મિત્રોએ ગુજારેલા સામૂહિક બળાત્કાર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પાલઘરની ટીનેજર પર તેના બૉયફ્રેન્ડ અને ૭ મિત્રોએ ગુજારેલા સામૂહિક બળાત્કાર સંદર્ભે હવે રાજ્ય મહિલા આયોગે ગંભીર નોંધ લઈને આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ પાલઘર પોલીસને આપ્યો છે.  

મહિલા આયોગનાં ચૅરપર્સન રૂપાલી ચાકણકરે એક વિડિયો-મેસેજમાં આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે સોશ્યલ મીડિયા દ્વારા આયોગને આ બદલ જાણ થઈ હતી. ત્યાર બાદ એની દખલ લઈ પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને ધરપકડ કરાયેલા આરોપીઓ સામે સખ્ત પગલાં લેવા જણાવ્યું છે. રૂપાલી ચાકણકરે વધુમાં કહ્યું હતું કે આપણે બધાએ એવા પ્રયાસ કરવા જોઈએ કે આવી ઘટના ન બને. ટીચર્સ પેરન્ટસ અસોસિએશન અને આપણે સૌએ ઉંમરલાયક થતી છોકરીઓને એ વાતની સમજ આપવી જોઈએ કે કઈ રીતે ફ્રેન્ડશિપ જોખમી બની શકે, તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.  

આ ઘટના શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાતે બની હતી. ૧૬ વર્ષની પીડિતા તેના બૉયફ્રેન્ડને મળવા ગઈ હતી ત્યારે તે બૉયફ્રેન્ડ અને તેના ​મિત્રોએ પહેલાં દરિયાકિનારે એક અવાવરું પડેલા અન્ડર-કન્સ્ટ્રક્શન બંગલામાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બીચ પર લઈ જઈને ફરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 

mumbai mumbai news Crime News mumbai crime news palghar