midday

પાકિસ્તાનના નંબર પરથી ટ્રૅફિક-પોલીસની હેલ્પલાઇન પર આવ્યો મેસેજ : મુખ્ય પ્રધાનની ઑફિસ ઉડાવી દઈશ

02 March, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે આ ધમકી મળ્યા બાદ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલાં પણ ટ્રૅફિક પોલીસને આ રીતે ધમકીભર્યા મેસેજ આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ ટ્રૅફિક-પોલીસના વૉટ્સઍપ હેલ્પલાઇન નંબર પર પાકિસ્તાનના નંબરથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઑફિસને ઉડાવી દેવાની ધમકી આવતાં સિક્યૉરિટી એજન્સીઓ અલર્ટ થઈ ગઈ હતી. મલિક શાહબાઝ રઝાના નામે આવેલી આ ધમકી અંગ્રેજીમાં હતી. ગઈ કાલે આ ધમકી મળ્યા બાદ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલાં પણ ટ્રૅફિક પોલીસને આ રીતે ધમકીભર્યા મેસેજ આવ્યા છે.

Whatsapp-channel
devendra fadnavis maharashtra bomb threat mumbai traffic police whatsapp worli mumbai police crime news mumbai crime news cyber crime mumbai news mumbai news