26 December, 2024 02:05 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછાં ૧,૫૭,૦૬૬ સ્ટાર્ટઅપ્સને ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા આજની તારીખ સુધીમાં માન્યતા આપવામાં આવી છે અને કુલ ૭,૫૯,૩૦૩ યુઝર્સ પોર્ટલ પર નોંધાયેલા છે.
કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં હવે ૭૩,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ એવાં છે જેમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે જેને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશ્યેટિવ હેઠળ માન્યતા આપવામાં આવી છે, જે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત અડધોઅડધ સ્ટાર્ટઅપ્સનું પ્રતિનિધિત્વ કરે છે.