૬૫ વર્ષથી વધુ વયના લોકો માટે ૩૦ એપ્રિલે એકદિવસીય નિઃશુલ્ક યાત્રાપ્રવાસનું આયોજન

13 April, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુમુદબહેન હિતેશ ચુનીલાલ ગુટકા તરફથી ૩૦ એપ્રિલે ચર્ચગેટથી વિરારના ૬૫ વર્ષથી વધુ વયના રહેવાસીઓ માટે એકદિવસીય તદ્દન નિઃશુલ્ક યાત્રાપ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

વડીલ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

કુમુદબહેન હિતેશ ચુનીલાલ ગુટકા તરફથી ૩૦ એપ્રિલે ચર્ચગેટથી વિરારના ૬૫ વર્ષથી વધુ વયના રહેવાસીઓ માટે એકદિવસીય તદ્દન નિઃશુલ્ક યાત્રાપ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાપ્રવાસમાં લોઢા ધામ, મહાવીર ધામ, નાકોડા ધામ, પ્રતાપ ધામ અને જીવદયા ધામનો સમાવેશ છે. યાત્રા દરમ્યાન બે ગૌશાળામાં પણ લઈ જવામાં આવશે. બસ સવારે ૬ વાગ્યે યાત્રીઓના વિસ્તારમાંથી ઊપડશે અને રાત્રે ૯ વાગ્યે તેમના વિસ્તારમાં પાછી ફરશે. યાત્રા દરમ્યાન સવારે નવકારશી, બપોરે ભોજન તેમ જ સાંજે ચા-કૉફી તેમ જ સંપૂર્ણ દિવસ દરમ્યાન મિનરલ વૉટરની વ્યવસ્થા કરવામાં આવશે. એક જ બસ હોવાથી બુકિંગ વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવશે. નામ નોંધાવવા માટે કુમુદ હિતેશ ગુટકાનો 73044 72581 નંબર પર સંપર્ક કરવો.

mumbai news mumbai astrology gujarati community news kutchi community gujaratis of mumbai