ગરમીને ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ હૉસ્પિટલ અને ક્લિનિકમાં ‘કૂલ રૂમ’ તૈયાર કરવાનો આદેશ

31 March, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાનગર પાલિકાના સિનિયર આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગ જેવી ગરમી મુંબઈમાં પડવાની નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગરમીની મોસમ નજીક આવી રહી હોવાથી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જે હૉસ્પિટલ અને ક્લિનિકમાં ઍર કન્ડિશન્ડ (AC)ની સુવિધા નથી એવી તમામ પાલિકાની હૉસ્પિટલો અને દવાખાનાંઓમાં કૂલર્સ કે AC ધરાવતી ‘કૂલ રૂમ’ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ કૂલ રૂમમાં બે બેડ, ઓરલ ડીહાઇડ્રેશન સૉલ્ટ અને પીવાના ઠંડા પાણીની સુવિધા ઊભી કરવા જણાવ્યું છે.

આ સંદર્ભે જણાવતાં મહાનગર પાલિકાના સિનિયર આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગ જેવી ગરમી મુંબઈમાં પડવાની નથી, પણ આપણે તૈયારી રાખવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આગામી બે મહિના સુધી હીટ વેવ એટલે કે ભયંકર ગરમી પડવાની આગાહી છે.’

પાંચ બંગલાદેશીઓની  નવી મુંબઈમાં ધરપકડ

કોઈ પણ ડૉક્યુમેન્ટ્સ વિના દેશમાં રહેતા બંગલાદેશના પાંચ નાગરિકોની મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડે નવી મુંબઈથી ધરપકડ કરી છે. આ બંગલાદેશીઓ નવી મુંબઈમાં કડિયાકામ કરતા હતા.

mumbai news mumbai brihanmumbai municipal corporation Weather Update mumbai weather