`એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ... ` વિપક્ષી દળની બેઠકમાં ઠાકરે

18 July, 2023 08:16 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે દેશ જ અમારો પરિવાર છે. આથી અમે પરિવારને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ. એક પાર્ટી કે વ્યક્તિ દેશ ન હોઈ શકે.

ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)

વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે દેશ જ અમારો પરિવાર છે. આથી અમે પરિવારને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ. એક પાર્ટી કે વ્યક્તિ દેશ ન હોઈ શકે.

વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ સીએમ અને શિવસેના (Shiv Sena) (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પોતાનું સંબોધન આપ્યું. તેમણે કહ્યું કે અમારી બીજી મીટિંગ થઈ છે. તમે જોયું હશે કે તાનાશાહી વિરુદ્ધ જનતા એકઠી થઈ રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) અલાયન્સનું નામ (INDIA) જણાવ્યું. કેટલાક લોકોએ કહ્યું કે અમે પરિવાર માટે લડી રહ્યા છીએ...અમે પરિવાર માટે લડી રહ્યા છીએ કારણકે દેશ જ અમારો પરિવાર છે. આ પરિવારને અમારે બચાવવાનો છે. કેટલાક લોકો કહે છે કે તેમની વિચારધારા અલગ-અલગ છે, આ જ તો પ્રજાતંત્ર છે.

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે અલગ-અલગ વિચારધારાઓ ધરાવતા હોવા છતાં પણ અમે સાથે આવ્યા કારણકે આ લડાઈ અમારી પાર્ટીની નથી. કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી વિરુદ્ધ અમારી લડાઈ નથી પણ તાનાશાહી અને નીતિ વિરુદ્ધ અમારી લડાઈ છે. એક જમાનામાં આઝાદી માટે લડાઈ થઈ હતી હવે આઝાદી ફરી જોખમમાં છે. આઝાદી માટે અમે બધા સાથે આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમે સફળ થઈ જશું.

પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું, "દેશની જનતાના મનમાં એક ડર છે કે હવે આગળ શું થશે. દેશની જનતાને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે ડરો નહીં અમે છીએ. જેમ એક ફિલ્મ આવી હતી ને `મૈં હૂં ના...` તે જ રીતે અમે છીએ ને.. આથી ડરો નહીં." તેમણે કહ્યું કે એક વ્યક્તિ કે પાર્ટી દેશ હોઈ શકે નહીં. અમે અમારા દેશને સુરક્ષિત રાખીશું. આગામી મીટિંગ અમે મુંબઈમાં (Mumbai) કરીશું.

નોંધનીય છે કે શિવસેના (Shiv Sena) (યૂબીટી) બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) દ્વારા સ્થાપિત શિવસેના (Shiv Sena) ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારા સભ્યોનો એક મોટો ભાગ બીજેપી સાથે હાથ મિલાવવા માટે વિભાજિત થઈ ગઈ હતી. 2019ના મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણી બાદ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નેતૃત્વવાળી શિવસેનાએ બીજેપી સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા હતા અને મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા માટે એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress) સાથે હાથ મિલાવી લીધો હતો. શિંદેના બળવા બાદ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને એમવીએની (MVA Government) સરકાર પડી ગઈ હતી.

uddhav thackeray maharashtra news maharashtra political crisis mumbai news narendra modi shiv sena congress nationalist congress party Mumbai