મુંબઈના તળાવમાં માત્ર પાંચ ટકા બચ્યું છે પાણી, શું છે હવામાન વિભાગની આગાહી?

25 June, 2024 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈને પાણીનો પૂરવઠો કરનારા બધા સાત તળાવમાં ભારે વરસાદની ઓછને કારણે તળાવમાં પાણીનો પૂરવઠો ઘટી રહ્યો છે. એવામાં મુંબઈગરાંઓની ચિંતા વધી ગઈ છે. કારણકે મુંબઈને પાણી સપ્લાય કરનારા તળાવોમાં હવે માત્ર પાંચ ટકા પાણી રહ્યું છે.

મુંબઈના તળાવોમાં પાંચ ટકા જળસ્તર

મુંબઈને પાણીનો પૂરવઠો કરનારા બધા સાત તળાવમાં ભારે વરસાદની ઓછને કારણે તળાવમાં પાણીનો પૂરવઠો ઘટી રહ્યો છે. એવામાં મુંબઈગરાંઓની ચિંતા વધી ગઈ છે. કારણકે મુંબઈને પાણી સપ્લાય કરનારા તળાવોમાં હવે માત્ર પાંચ ટકા પાણી રહ્યું છે. આથી મુંબઈમાં પાણીની ઓછનું સંકટ વધી ગયું છે. મુંબઈમાં પહેલેથી જ 10થી 15 ટકા પાણી કાપ ચાલી રહ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, મુંબઈને 2 તળાવના રિઝર્વ કોટામાંથી પાણીનો પૂરવઠો કરવામાં આવી રહ્યો છે. આ જળ પૂરવઠામાં પણ ફક્ત પાંચ ટકા પાણી વધ્યું છે. વરસાદ ઓછો પડવાને કારણે મુંબઈને પાણીનો પૂરવઠો કરનારા બધા સાત તળાવોમાં પાણીનો સંગ્રહ ઘટી ગયો છે. આથી નગરપાલિકા, મુંબઈગરાંઓને પાણીનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે. તળાવમાં જળ ભંડારણમાં ભારે ઓછને કારણે મુંબઈને પાણીની અછતના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈને પાણીનો પૂરવઠો કરનારા બધા જ સાત તળાવમાંના પાણીના સંગ્રહને ધ્યાનમાં રાખતા, મુંબઈ નગર નિગમે 30મેથી 5 ટકા પાણીનો કાપ કર્યો હતો. ત્યાર બાદ 5 જૂનથી મુંબઈમાં 10 ટકા પાણીનો કાપ કરવામાં આવ્યો. મુંબઈ નગર નિગમે નાગરિકોને અપીલ કરી છે કે મુંબઈવાસી પાણીનો મર્યાદિત ઉપયોગ કરે અને પાણી બચાવે તથા સંયમથી ઉપયોગ કરે.

આ દરમિયાન મુંબઈને ઉપરી વૈતરણાં, મોદક સાગર, તાનસા, મધ્ય વૈતરણાં, ભાતસા, વિહાર અને તુલસી તળાવ અને બંધ દ્વારા પાણીનો પૂરવઠો કરવામાં આવે છે. જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં આ બંધ ક્ષેત્રોમાં ભારે વરસાદ પડ્યો નથી. આ કારણોસર બંધમાં પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે. જ્યાં સુધી આ બંધના ક્ષેત્રોમાં ભાપે વરસાદ નહીં થાય, જળ ભંડારણ નહીં વધે. બંધમાં જળ ભંડારણ વધ્યા બાદ જ મુંબઈમાં પાણીની અછતની મુશ્કેલી દૂર થશે.

નોંધનીય છે કે વરસાદ ખેંચાઈ જતાં ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પાણીકાપ મૂકવો પડ્યો છે અને ફરી એક વખત વરસાદ પર આધાર રાખવો પડી રહ્યો છે ત્યારે ચોંકાવનારી બાબત એ જાણવા મળી છે કે રોજનું લીકેજ, ચોરી અને ગેરકાયદે કનેક્શનને કારણે રોજના ૧૧૦૦ મિલ્યન લીટર પાણીની ઘટ પડે છે, જે રોજની પાણી સપ્લાયના ૩૦ ટકા જેટલી થાય છે. મુંબઈમાં રોજનો પાણીનો વપરાશ ૩૮૫૦ મિલ્યન લીટર છે એ સામે રોજના ૧૧૦૦ મિલ્યન લીટર પાણીની ઘટ પડે છે. આ માટે BMC દ્વારા ખાસ કોઈ પગલાં લેવાતાં નથી.

આ સંદર્ભે BMCના એક ઑફિસરે કહ્યું હતું કે ‘મૂળ સમસ્યા વર્ષો જૂની પાઇપલાઇનની છે જેમાં ઘણી જગ્યાએ લીકેજ થાય છે. વળી સતત લીકેજ થાય છે. વળી એ એક્ઝૅક્ટલી કઈ જગ્યાએ લીકેજ છે એ પણ શોધી કાઢવું અઘરું હોય છે અને ત્યાર બાદ એનું રિપેરિંગ કરવામાં પણ ડિલે થતું હોય છે. ૧૫ ટકા પાણી ગેરકાયદે કનેક્શનથી ચોરાઈ જાય છે એ બધું જ રોકવામાં આવે તો ૫૫૦ મિલ્યન લીટર પાણી બચી શકે.

Water Cut mumbai water levels mumbai news brihanmumbai municipal corporation mumbai