09 September, 2024 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડ સ્ટેશન
વેસ્ટર્ન રેલવે દ્વારા ગોરેગામથી કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલવેલાઇન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે એના ભાગરૂપે શનિવારે રાતના ૧૦ વાગ્યાથી ગઈ કાલે સવારના ૮ વાગ્યા સુધી મેગા બ્લૉક કરવામાં આવ્યો હતો. આ મેગા બ્લૉક પૂરો થવાથી મલાડ રેલવે-સ્ટેશન પર બોરીવલીથી ચર્ચગેટ તરફની સ્લો ટ્રેન હવે નવા બાંધવામાં આવેલા પ્લૅટફૉર્મ પર ઊભી રહેશે. એટલે કે સ્લો લોકલ પહેલાં પૂર્વ તરફના પ્લૅટફૉર્મ પર ઊભી રહેતી હતી એને બદલે હવે પશ્ચિમ તરફ ઊભી રહેશે. આ કામ પૂરું થવાની સાથે જ છઠ્ઠી રેલવેલાઇન નાખવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટમાં આવતા અઠવાડિયે ફરી રાતના ૧૦ કલાકનો બ્લૉક લેવામાં આવશે. ત્યાર બાદ ચર્ચગેટથી બોરીવલી તરફની ફાસ્ટ લોકલ જ્યાં અત્યારે ડાબી તરફના પ્લૅટફૉર્મ પર ઊભી રહે છે એને બદલે એ જમણી તરફ ઊભી રહેશે.