સંજય રાઉતના `ડેથ વૉરન્ટ`વાળા નિવેદન પર ફડણવીસનો પલટવાર

25 April, 2023 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજય રાઉતે દાવો કર્યો કે એકનાથ શિંદેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારનું `ડેથ વૉરન્ટ` જાહેર થઈ ગયું છે અને આગામી 15-20 દિવસમાં સરકાર પડી જશે. મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હવે આ મામલે પલટવાર કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

સંજય રાઉતે (Sanjay Raut) દાવો કર્યો કે એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારનું `ડેથ વૉરન્ટ` જાહેર થઈ ગયું છે અને આગામી 15-20 દિવસમાં સરકાર પડી જશે. મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હવે આ મામલે પલટવાર કર્યો છે.

એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર માટે નેતા સંજય રાઉતની `ડેથ વૉરન્ટ`વાળી ટિપ્પણી પર ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પલટવાર કર્યો છે. એક કુશ્તી કાર્યક્રમમાં ફડણવીસે રાઉતનું નામ લીધા વિના મરાઠીમાં વક્તવ્ય આપતા કહ્યું કે કેટલાક લોકો સવારે 9 વાગ્યે ઉઠીને કુશ્તી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, "રાજનીતિમાં પણ કુશ્તી ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે કેટલાક પહેલવાનોને કુશ્તીમાં ડોપિંગ થકી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. હવે, રાજકારણમાં પણ કેટલાક લોકો આજે સવારે 9 વાગ્યે ઉઠીને કુશ્તી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, પણ જે પહેલવાન ડોપિંગ કરે છે તેમને અંતે રમતમાંથી બહાર થવું જ પડે છે. રમત માત્ર `અસલી` પહેલવાન જ જીતે છે."

ફડણવીસે આગળ કહ્યું, "અમે (મુખ્યમંત્રી) એકનાથ શિંદેના નેતૃત્વમાં તમારા આશીર્વાદથી લડાઈ જીત્યા. અમને આશીર્વાદ આપતા રહેજો, જેથી અમે 2024 (લોકસભા ચૂંટણી)માં ફરી જીતી શકીએ."

સંજય રાઉતનો દાવો- સરકાર થોડાક દિવસની મેહમાન
આ પહેલા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે એકનાથ શિંદેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારનું `ડેથ વૉરન્ટ` જાહેર થઈ ગયું છે અને આ આગામી 15-20 દિવસમાં પડી જશે. જો કે, સત્તારૂઢ શિવસેના (શિંદેના નેતૃત્વવાળી)એ રાઉતને `ફેક જ્યોતિષ` જાહેર કર્યા અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યૂબીટી)માં એવા અનેક નેતા છે, જે આ પ્રકારની ભવિષ્યવાણીઓ કરતા રહે છે.

કૉર્ટના આદેશની જોવાઈ રહી છે રાહ
શિવસેનાના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળા જૂથના પ્રમુખ નેતા રાઉતે જળગાંવમાં પત્રકારોને કહ્યું કે તેમની પાર્ટી કૉર્ટના આદેશની રાહ જોઈ રહી છે અને આશા છે કે ન્યાય કરવામાં આવશે. રાજ્યસભાના સભ્ય રાઉત હાઈકૉર્ટમાં લંબાયેલી એ અરજીઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાંથી એકમાં શિવસેના (શિંદે જૂથ)ના 16 વિધેયકોને અયોગ્ય ઠેરવવાની અરજી કરવામાં આવી છે, જેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વિરુદ્ધ બળવો કર્યો હતો.

આ પણ વાંચો : Mumbai:મુલુંડમાં 5 માળની બિલ્ડિંગમાં લાગી આગ,ઘટનાસ્થળે ફાયરવિભાગની 5 ગાડી પહોંચી

રાઉતને કહ્યા `ફેક જ્યોતિષ`
રાઉતે દાવો કર્યો કે, `હાલના મુખ્યમંત્રી અને તેમના 40 વિધેયકોની સરકાર 15-20 દિવસમાં પડી જશે. આ સરકારનું `ડેથ વૉરન્ટ` જાહેર થઈ ગયું છે. હવે એ નક્કી થવાનું છે કે કોઈ આના પર સહી કરશે.` શિવસેના (યૂબીટી)ના નેતાએ પહેલા પણ આવો દાવો કર્યો હતો કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે. તો, પુણેમાં મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી તેમજ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના સભ્ય દીપક કેસરકરે રાઉતને `ફેક જ્યોતિષ` જણાવ્યા. કેસરકરે કહ્યું કે ઉચ્ચતમ ન્યાયાલયને એટલિસ્ટ અરજીઓ પર પોતાનો નિર્ણય આપવા માટે સમય આપવો જોઈએ, જેમાં શિવસેનાના 16 વિધેયકોને અયોગ્ય ઠેરવવાની રિક્વેસ્ટવાળી અરજી પણ સામેલ છે.

Mumbai mumbai news maharashtra shiv sena devendra fadnavis eknath shinde sanjay raut uddhav thackeray