Mumbai:આનંદો મુંબઈકર્સ!! જૂન 2024 સુધી નહીં થાય પાણીકાપ

28 September, 2023 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

No Water Cut in Mumbai till June 2024: મુંબઈને પાણીનો સપ્લાય પૂરો પાડતાં તળાવોમાં પાણીનું પર્યાપ્ત સ્તર ભરાઈ ગયા બાદ બીએમસીએ આ નિર્ણય લીધો છે. બીએમસીનું કહેવું છે કે તળાવમાં પાણીનું સ્તર પર્યાપ્ત માત્રામાં છે.

મુંબઈમાં નહીં થાય પાણીકાપ તળાવોમાં પર્યાપ્ત પાણી પૂરવઠો (પ્રતીકાત્મક તસવીર)

મુંબઈગરાંઓ માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે. બીએમસીએ જૂન 2024 સુધી મુંબઈમાં કોઈપણ પ્રકારના પાણી કાપ ન કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈને પાણીનો સપ્લાય પૂરો પાડતાં તળાવોમાં પાણીનું પર્યાપ્ત સ્તર ભરાઈ ગયા બાદ બીએમસીએ આ નિર્ણય લીધો છે. બીએમસીનું કહેવું છે કે તળાવમાં પાણીનું સ્તર પર્યાપ્ત માત્રામાં હોવાને કારણે આગામી જૂન મહિના સુધી પાણી પૂરવઠામાં કોઈપણ પ્રકારનો કાપ કરવામાં આવશે નહીં. (Mumbai There will be no water cut till June 2024)

સાત તળાવોમાં પાણીનું સ્તર બુધવારે 99.6 ટકા સુધી પહોંચ્યું
મુંબઈને પાણીનો પૂરવઠો પાડનારા સાતેય તળાવોમાં પાણીનું સ્તર બુધવારે 99.6 ટકા સુધી પહોંચી ગયું, જે 14.42 લાખ મિલિયન લીટર છે. જેથી આગામી મૉનસૂન સુધી શહેરમાં કોઈપણ પ્રકારનો પાણી કાપ (No Water Cut)કરવામાં નહીં આવે. આની સાથે મુંબઈ અને પાડોશી જિલ્લામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહરેમાં અને આસપાસના જિલ્લામાં વધારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બર, 2022ના રોજ સાતેય તળાવોમાં પાણીનો સ્ટૉક 98 ટકા હતો, જ્યારે 2021માં પાણીનો જથ્થો 99.09 ટકા હતો. (Mumbai water supply news ) 

તુલસી, વિહાર, મોદક સાગર, ઉપરી વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા અને ભાતસા આ સાત તળાવોમાંથી આખા મુંબઈ શહેરને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. જો આ સાત તળાવોના જળગ્રહણ ક્ષેત્રો દર વર્ષે મૉનસૂન દરમિયાન ભરાઈ જાય છે અને જો પાણીનું સ્તર સંતોષજનક સ્તરે નથી પહોંચતું તો બીએમસી પાણીમાં કાપ કરે છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સમગ્ર વર્ષ દરમિયાન સરળ પાણી પુરવઠો પૂરો પાડવાનું શક્ય છે. ઉલ્લેખનીય છે કે મધ્ય સપ્ટેમ્બર સુધીમાં તમામ સાત ડેમમાં 14 લાખ મિલિયન લીટર પાણી એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 96.79 ટકાનો સંગ્રહ થયો હતો. પાણીના સંગ્રહમાં માત્ર ત્રણથી ચાર ટકાની જ ઘટ હતી.

આ વર્ષે મુંબઈને શરૂઆતમાં પાણીનો પુરવઠો પૂરો પાડતા ડેમ વિસ્તારમાં અસંતોષકારક વરસાદને કારણે ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ ઓછો થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, નાગરિક સંસ્થાએ 1 જુલાઈ, 2023 થી વરસાદમાં સુધારો ન થાય ત્યાં સુધી મુંબઈના પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો. જુલાઈમાં સંતોષકારક વરસાદને કારણે ઓગસ્ટમાં મુંબઈમાં 10 ટકા પાણી કાપ રદ કરવામાં આવ્યો હતો.

જો કે તે જ મહિનામાં વરસાદ બંધ થઈ ગયો અને પાણીનું સ્તર 90 ટકા સુધી ઘટી ગયું. પાણીના સંગ્રહમાં પહેલાથી જ 10 ટકાની અછત હતી અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી જ પાણીની સપાટી ઘટવા લાગી હતી, જો કે ગત સપ્તાહે પડેલા વરસાદને કારણે ડેમની જળસપાટીમાં ભારે વધારો થયો છે. વોટર એન્જિનિયરિંગ વિભાગ આ રીતે આયોજન કરી રહ્યું છે.આવતા વર્ષના જુલાઈના અંત સુધીમાં સાતેય ડેમમાં પૂરતું પાણી હોવાની અપેક્ષા છે.

તેથી આ વર્ષે ફરી આખું વર્ષ પાણી કાપ મૂકવો પડે તેવી શક્યતાઓ હતી. પરંતુ હાલ આ ચિંતા દૂર થઈ ગઈ છે. સૌથી મોટું ભાતસા તળાવ, જે શહેરને દરરોજનું 1,850 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે, તે પણ આ વર્ષે 99 ટકા ભરેલું છે. આ તળાવની સંગ્રહ ક્ષમતા 7 લાખ 17 હજાર મિલિયન લીટર પાણીની છે.

mumbai news whats on mumbai things to do in mumbai mumbai water levels mumbai rains Mumbai