No Parking: હવે બીએમસી માર્શલ્સ મુંબઈમાં ગેરકાયદે પાર્કિંગ પર કરશે કાર્યવાહી

09 December, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલે તાજેતરમાં મુંબઈના ચાલી રહેલા ઊંડા સફાઈ અભિયાનમાં સામેલ માર્શલ્સની ફરજોના વિસ્તરણની જાહેરાત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલે તાજેતરમાં મુંબઈના ચાલી રહેલા ઊંડા સફાઈ અભિયાનમાં સામેલ માર્શલ્સની ફરજોના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ માટે સિવિક બોડી માર્શલ્સ ફરી તહેનાત કરવામાં આવશે. જોકે, તેમને વધુ જવાબદારી (No Parking) સોંપવામાં આવશે. થૂંકવું, કચરો નાખવો, અયોગ્ય કચરાનો નિકાલ કરવો અને પાલતુ પ્રાણીએ કરેલો કચરો ઉપાડવો નહીં, જેવા ગુનાઓ માટે અગાઉથી જ જવાબદાર આ માર્શલો હવે શહેરના રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ અટકાવવાનું પણ કામ કરશે.

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલે ઉમેર્યું હતું કે, “અમુક વિસ્તારોની બહાર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક વધે છે અને સાથે રાહદારીઓને પણ અસુવિધા થાય છે અને કચરો એકત્ર કરવામાં પણ અવરોધ ઊભો થાય છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)ની સૂચનાઓને પગલે, નાગરિક સંસ્થા આ મુદ્દાને ઉકેલવા માટે વોર્ડ સ્તરે માર્શલની નિમણૂક કરી રહી છે.”

3 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ `ડીપ ક્લિનિંગ` અભિયાન શરૂ કર્યું હતું. તેની શરૂઆત એફ નોર્થ વોર્ડમાં ધારાવી અને ડી વોર્ડમાં મલબાર હિલથી થઈ હતી. આ માર્શલોની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મુંબઈના 24 વોર્ડમાં 720 વ્યક્તિઓની તેમના કદ અને વસ્તીના આધારે આયોજન કરવામાં આવશે. જોકે, માર્શલો ગેરકાયદે પાર્કિંગ ઉલ્લંઘન માટે દંડ લાદવા માટે અધિકૃત રહેશે નહીં. રોગચાળા દરમિયાન માર્શલોએ 2022 સુધીમાં 92 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો હતો.

ફાઇનથી બચવા માટે ગુજરાતી મહિલા ટીચરે ઑઇલ પેઇન્ટથી સ્કૂટરનો નંબર જ બદલી નાખ્યો

સી. પી. ટૅન્ક પર રહેતી એક ગુજરાતી મહિલાએ પોતાના સ્કૂટર પર ટ્રાફિક વિભાગની કાર્યવાહી થયા પછી ફાઇન ન ભરવો પડે એ માટે સ્કૂટરની નંબરપ્લેટ ઑઇલ પેઇન્ટથી બદલીને એક નંબર બદલી દીધો હતો. સ્કૂટર પર જે નંબર લખવામાં આવ્યો હતો એના પર ફાઇન જતો હોવાથી એના માલિકે તે મહિલાની શોધ કરીને આ ઘટનાની જાણ આઝાદ મેદાન પોલીસને કરી હતી. પોલીસે મહિલા વિરુદ્ધ છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

કોલાબામાં પોલીસ કૉલોનીમાં રહેતા અને આઝાદ મેદાન ટ્રાફિક વિભાગના કૉન્સ્ટેબલ સુનીલ માંજરેકરે કરેલી ફરિયાદ અનુસાર ૬ ડિસેમ્બરે હાઈ કોર્ટ પરિસરમાં તે જનરલ ડ્યુટી કરી રહ્યો હતો. એ દરમિયાન સાંજે પાંચ વાગ્યે મુંબઈ વિદ્યાપીઠ સામેથી પસાર થતી વખતે સંજય કાટેકર નામના યુવાને મદદ કરવા માટે અપીલ કરી હતી. તેણે એક સ્કૂટર રોક્યું હતું. એના પર સી. પી. ટૅન્કમાં માધવબાગ ધર્મશાળા નજીક રહેતી ૪૨ વર્ષની પીનલ નવીન પરીખ સવાર હતી. સંજયે કહ્યું હતું કે તેણે ૨૦૧૭માં તેની પત્ની કવિતાના નામે સ્કૂટર ખરીદ્યું હતું. એનો આરટીઓ નંબર એમએચ૦૧સીએચ૧૧૦૮ છે અને છેલ્લા કેટલાક વખતથી તેને ટ્રાફિક પોલીસ તરફથી ટ્રાફિક ફાઇન પેમેન્ટ ઇનવૉઇસ મળી રહ્યાં છે. બાજુમાં ઊભેલી પીનલ તેના સ્કૂટર પર એમએચ૦૧સીએચ૧૧૦૮ નંબર વાપરીને સ્કૂટર ચલાવતી હતી. ઉપરોક્ત સ્થળે હાજર મહિલા પાસે તેના સ્કૂટરનું લાઇસન્સ અને તે જે સ્કૂટર ચલાવી રહી હતી એના દસ્તાવેજો માગ્યા ત્યારે તેણે સ્કૂટરનું લાઇસન્સ અને દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો તેમ જ સ્થળ પરથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો

brihanmumbai municipal corporation mumbai traffic mumbai traffic police eknath shinde mumbai mumbai news