NMACC: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે નવરાત્રીના નવલા નોરતાં

18 October, 2023 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) દ્વારા ચાલી રહેલી નવરાત્રી (Navratri 2023)ની આસપાસ કેટલાક ખાસ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે

તસવીર સૌજન્ય: પીઆર

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) દ્વારા ચાલી રહેલી નવરાત્રી (Navratri 2023)ની આસપાસ કેટલાક ખાસ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. ૨૦ અને ૨૧ ઑક્ટોબરના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગુજરાતીઓને આકર્ષે તેવા કુલ પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી નાટક, ગરબા અને ભક્તિમાં તળબોળ કરવા સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગતો

વેઇટિંગ રૂમ

ધીરજ પાલશેતકર દ્વારા દિગ્દર્શિત અને લોકપ્રિય અભિનેતા ભામિની ગાંધી અભિનીત આ નાટકની વાર્તા ચાર મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ તેમના પોતાના પ્રતિબિંબનો સામનો કરવા માટે મજબૂર છે અને રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમની મર્યાદામાં એકબીજા સાથે વાર્તાલાપ કરે છે.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટર

તારીખ: 21 ઓક્ટોબર, 2023

શૉનો ટાઈમ: સાંજે 7:30 કલાકે

અવધિ: 2 કલાક 20 મિનિટ (20-મિનિટના ઇન્ટરમિશન સહિત)

પ્રકાર: ગુજરાતી નાટક

મનહર ઉધાસ દ્વારા દેવી ભક્તિ

પ્રખ્યાત બૉલિવુડ અને ગુજરાતી ગાયક મનહર ઉધાસના શ્રેષ્ઠ ભક્તિગીતો સાથે તમારી સાંજને બનાવો ભક્તિમય.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે સ્ટુડિયો થિયેટર

તારીખ: 20 ઑક્ટોબર, 2023

શૉ ટાઈમ: રાત્રે 8:00 કલાકે

અવધિ: 1 કલાક 30 મિનિટ

પ્રકાર: લોકસંગીત, ભક્તિ

નંદલાલ છાંગા સાથે નવલા નોરતા

ગરબા અને રાસની અદ્ભુત મજા માણવાનો કાર્યક્રમ. ગુજરાતી લોક કલાકારોના કેન્દ્રમાં તેમના અનોખા લોકગીતોના ફ્યુઝન માટે જાણીતા નંદલાલ છાંગા કરાવશે માતાજીની ભક્તિમાં તરબોળ.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ધ ક્યુબ

તારીખ: 20 ઑક્ટોબર, 2023

શૉ ટાઈમ: સાંજે 7:30 કલાકે

અવધિ: 1 કલાક 10 મિનિટ

પ્રકાર: લોકસંગીત, રાસ ગરબા, નવરાત્રી

જીગર સોની અને સુહ્રદ સોની દ્વારા ઑથેન્ટિક ગરબા વર્કશોપ

નિષ્ણાતો જીગર સોની અને સુહ્રદ સોની દ્વારા આ મનોરંજક અને ઑથેન્ટિક વર્કશોપમાં શિખવાશે ગરબા, તો તૈયાર થઈ જાઓ ગરબે ઘૂમવા.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે સ્ટુડિયો થિયેટર

તારીખ: 21 ઑક્ટોબર, 2023

શૉ ટાઈમ: રાત્રે 10:00 કલાકે

સમયગાળો: 2 કલાક

પ્રકાર: લોકનૃત્ય, ગરબા

દેવી - વાર્તાઓ અને નૃત્યમાં

બાળકોને ઇન્ટરેક્ટિવ પેરેન્ટ-ચાઈલ્ડ વર્કશોપમાં નૃત્ય દ્વારા દેવી લક્ષ્મી અને દુર્ગાનું મહત્ત્વ સમજાવો અને લઈ જાઓ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક મૂળની સફર પર.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ધ ક્યુબ

તારીખ: 21 ઓક્ટોબર, 2023

શૉ ટાઈમ: રાત્રે 10:00 કલાકે

અવધિ: 1 કલાક 10 મિનિટ

પ્રકાર: ભારતીય શાસ્ત્રીય નૃત્ય

આ ઉપરાંત ૧૦ નવેમ્બરના રોજ એક વિશેષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જ્યાં રાજસ્થાનના જાણીતા ગાયક મામે ખાન પરફોર્મ કરશે.

મામે ખાન દ્વારા રાજસ્થાનનો ફૉક ઑર્કેસ્ટ્રા

લોકલાડીલા મામે ખાનની આગેવાની હેઠળના મોહક ઑર્કેસ્ટ્રામાં રાજસ્થાની સંસ્કૃતિના અદ્ભુત સંગીતનો આનંદ માણો.

સ્થળ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટર

તારીખ: 10 નવેમ્બર, 2023

શૉ ટાઈમ: સાંજે 7:30 કલાકે

અવધિ: 1 કલાક 30 મિનિટ (કોઈ ઇન્ટરમિશન નહીં)

પ્રકાર: રાજસ્થાની લોકસંગીત

NMACC: Upcoming programs curated around the Navratri at the Nita Mukesh Ambani Cultural Centre, know all the details

nmacc culture news bandra mumbai mumbai news