પ્રદૂષણ માટે ટ્રાન્સપોર્ટ સેક્ટર જવાબદાર : ગડકરી

01 April, 2025 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં દર વર્ષે બાવીસ લાખ કરોડનું ફ્યુઅલ ઇમ્પોર્ટ થાય છે અને એનાથી પ્રદૂષણ પણ ફેલાય છે.

નીતિન ગડકરી

કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ગઈ કાલે થાણેમાં ઇકો-ફ્રેન્ડ્લી ઇલેક્ટ્રિક સાઇકલના લૉન્ચિંગ વખતે લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘પ્રદૂષણની વિકરાળ સમસ્યા માટે ટ્રાન્સપોર્ટ સેક્ટર જવાબદાર છે. એથી બહુ જલદી આપણે ઑલ્ટરનેટિવ એનર્જી સોર્સ તરફ વળવું પડશે. દેશમાં દર વર્ષે બાવીસ લાખ કરોડનું ફ્યુઅલ ઇમ્પોર્ટ થાય છે અને એનાથી પ્રદૂષણ પણ ફેલાય છે. હવે જ્યારે વધુ ને વધુ શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે ઇકો-ફ્રેન્ડ્લી ઇલેક્ટ્રિક સાઇકલને પ્રોત્સાહન આપવું જોઈએ.’

ભારતમાં ઑટોમોબાઇલ સેક્ટર હરણફાળ ભરી રહ્યું છે, વાહનોની સંખ્યા વધી રહી છે અને ૨૦૧૪થી જ ભારતે જપાનને પાછળ રાખીને દુનિયાભરમાં ત્રીજું​ સ્થાન બનાવી લીધું હતું એમ કહેતાં ​નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘૨૦૩૦ સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધુ ઇલેક્ટ્રિક વેહિકલ બનાવનારો દેશ બની જશે અને એની અસર ગ્લોબલ ઑટોમોબાઇલ માર્કેટ પર પડશે. લિથિયમ બૅટરીના ભાવમાં થઈ રહેલા ઘટાડાને કારણે હવે ઇલેક્ટ્રિક વેહિકલ્સની પણ કૉસ્ટ ઘટશે અને એ પરંપરાગત ફ્યુઅલવાળાં વાહનોની પ્રાઇસની સરખામણીએ બહુ મોંઘાં નહીં રહે.’

nitin gadkari environment air pollution mumbai transport thane mumbai mumbai news news