04 September, 2024 01:52 PM IST | Sindhudurg | Gujarati Mid-day Online Correspondent
નિતિન ગડકરી (ફાઇલ તસવીર)
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે જો છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ન પડી હોત.
છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ધસી પડ્યા બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે, જ્યાં એક તરફ વિપક્ષી દળ સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન પર હુમલાવર છે તો હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો છત્રપતિ શિવાજીની મૂર્તિ માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો મૂર્તિ ક્યારે પણ ધસી પડી ન હોત. સાથે જ તેમણે એક કિસ્સો શૅર કર્યો કે એક કૉન્ટ્રેક્ટરે તેમને મૂરખ બનાવી દીધા હતા.
મંગળવારે મુંબઈમાં ટનલિંગ ઈન્ડિયા ઈવેન્ટમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મને યાદ છે, જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો હતો. તે વ્યક્તિએ મને લોખંડ પર એક પાઉન્ડ સાથે લીલા રંગનો કોટિંગ આપ્યો અને કહ્યું કે તેને કાટ લાગશે નહીં. મેં તેના પર વિશ્વાસ કર્યો અને લોખંડનો ઉપયોગ કર્યો, પરંતુ લોખંડને કાટ લાગી રહ્યો છે.
નિતિન ગડકરી વધુમાં કહ્યું કે હાલમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ દરિયાની નજીક 30 કિલોમીટરના વિસ્તારમાં પુલના નિર્માણમાં કરવામાં આવશે. જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ, મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી કાટ લાગી જાય છે. માટે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો અને કઈ વસ્તુ લાગુ કરવી. મને લાગે છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલિંગ માટે શક્તિશાળી મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. અને જ્યાં માટી છે ત્યાં ભારે મશીનોની જરૂર નથી. શું આવા મશીનો બે પ્રકારના હોય છે?
પીએમ મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
તમને જણાવી દઈએ કે ગયા મહિનાના અંતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. શિવાજી મહારાજની આ પ્રતિમાનું ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.
પીટીઆઈ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે.
દરમિયાન, સિંધુદુર્ગ જિલ્લા પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના સંબંધમાં શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ મંગળવારે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. વિપક્ષ સતત સરકાર પર શિલ્પીને છુપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.