31 March, 2023 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ-ગોવા હાઇ વે નું કામ હવે ડિસેમ્બર સુધીમાં આટોપી લેવામાં આવશે અને એથી લોકોની હાડમારીનો અંત આવશે એમ કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ ઍન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે. મંગળવારે તેમણે એ કામનું હેલિકૉપ્ટરમાં બેસી વિહંગાવલોકન કર્યું હતું. નિતીન ગડકરીએ કહ્યું છે કે મુંબઈ-ગોવા હાઇ વે બની જતા હવે કોંકણનો ઝડપી વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે મુંબઇથી ગોવા દરમિયાન ટૂરિસ્ટ સ્પૉટ છે. હાઇ વે ડેલવપ થવાથી આ બધા ટૂરિસ્ટ સ્પૉટનો વિકાસ થશે. એ સિવાય ત્યાંના ફળો (કેરી- કાજુ કોકમ) અને અન્ય પેદાશો પણ ઝડપથી ટ્રાન્સ્પોર્ટ કરી શકાશે. મુંબઈ ગોવા હાઇ વેનું કામ પાર પડતી વખતે અનેક મુશ્કેલીઓ જેમ કે લેન્ડ એક્વિઝિશન, પરવાનગીઓ અને કૉન્ડ્ર્કટરની સમસ્યાઓ હેન્ડલ કરવી પડી હતી અને એથી એ કામમાં ડીલે થયું હતું. તેમણે એ ડીલે માટે કૉન્ટ્રાક્ટરો જવાબદાર હોવાનું ગણાવતા કહ્યું હતું કે ૨૦૧૧માં કામ બે ભાગમાં આપવામાં આવ્યું હતું જોકે એમના તરફથી બહુ જ ડીલે થયું હતું. જોકે હવે બધા પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઇ ગયા છે અને ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે. નવી મુંબઈના પનવેલથી ગોવાના દિક્ષણ ભાગમાં પોલેમને જોડતો ૪૭૧ કિલોમિટર લાંબો મુંબઈ-ગોવા હાઇ વે ૪ લેનનો બની રહ્યો છે, જેનું કામ ૨૦૧૧માં શરુ થયું હતું. હાલમાં ૭૦ ટકા જેટલુ કામ પતી ગયું છે અને બાકીનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.