શ્રીનાથજીની પેઇન્ટિંગને સ્પર્શ કરતાં પહેલા નીતા અંબાણીએ કર્યુ એવું કે વીડિયો થયો વાયરલ

24 June, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતા અંબાણી(Nita Ambani) તાજેતરમાં જ ડિનર માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતાં. એવામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતા અંબાણી (Nita Ambani) શ્રીનાથજીના ચિત્રને સ્પર્શ કરતાં પહેલાં એવું કઈંક કરે છે જે જોઈને તમને પણ નવાઈ લાગશે.

નીતા અંબાણી

નીતા અંબાણી(Nita Ambani)અને મુકેશ અંબાણી(Mukesh Ambani)વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી(PM Narendra Modi) માટે આયોજિત રાત્રિભોજનમાં ખાસ આમંત્રિત મહેમાનોમાં સામેલ હતા. જો બાઈડન અને ગૂગલ(Google)ના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai) સાથેના તેમના વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. હવે નીતા અંબાણી(Nita Ambani)ના વધુ એક વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વીડિયો એટલો સારો છે કે જોનાર તેના વખાણ કર્યા વગર રહી શકશે નહીં. આ વીડિયોમાં નીતા અંબાણી(Nita Ambani) એક કલાકારની સામે ઉભા છે, જેની પેઇન્ટિંગને સ્પર્શે તે પહેલા તે તેના સેન્ડલ ઉતારે છે. 

નીતા અંબાણીએ દરેક હિન્દુનું દિલ જીતી લીધું

આ વીડિયો વ્હાઇટ હાઉસનો નથી પરંતુ NMACCનો પ્રમોશનલ વીડિયો છે. NMACCની ઓપનિંગ ઈવેન્ટ એપ્રિલમાં યોજાઈ હતી. NMACC ની રચના ભારતીય કલા અને સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કલાકાર નીતા અંબાણીને ભગવાન શ્રીનાથજીની મોટી તસવીર બતાવે છે. આ જોઈને નીતા અંબાણી (Nita Ambani)પોતાના સેન્ડલ ઉતારે છે, કારણ કે તેમાં શ્રીનાથજીનું ચિત્ર બનેલું છે. આપણે જાણીએ છીએ કે અંબાણી પરિવાર ભગવાન કૃષ્ણનો અનુયાયી છે. જુઓ આ વિડિયો...

લોકોએ કહ્યું- આને સંસ્કૃતિ કહેવાય

વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે કે નીતા અંબાણી(Nita Ambani)પેઇન્ટિંગને સ્પર્શતા પહેલા તેના સેન્ડલને ઉતારે છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પત્ની નીતા(Nita Ambani)ની કલાકાર પ્રત્યેની નિષ્ઠા અને નમ્રતા જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભાવુક થઈ ગયા. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. કેટલાક કહી રહ્યા છે કે આ જ નીતા અંબાણીની સફળતાનું રહસ્ય છે તો કેટલાક કહી રહ્યા છે કે આ જ સાચા ભક્તની ઓળખ છે. તમને જણાવી દઈએ કે, NMACCની મદદથી રિલાયન્સ ફાઉન્ડેશન બનારસી હેન્ડીક્રાફ્ટને આગળ લઈ જવા માટે ફંડિંગ કરી રહ્યું છે. આ વીડિયો પણ તેના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો.

સિલ્કની સાડીમાં વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા

પીએમ માટે આયોજિત ડિનરમાં નીતા અંબાણી(Nita Ambani)પતિ મુકેશ અંબાણી સાથે જોવા મળ્યા હતા. તેમણે આ પ્રસંગ માટે સફેદ સિલ્કની સાડી પસંદ કરી હતી. તેમણે લાઈટ મેકઅપ કર્યો હતો. આ કાર્યક્રમ જો બાઈડન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ડિનરમાં એપલના ટિમ કુક પણ હાજર હતા. ઈન્દ્રા નૂયી, આનંદ મહિન્દ્રા, નિખિલ કામથ, રાલ્ફ લોરેન ત્યાં અન્ય અગ્રણી મહેમાનો હતા.

nita ambani mukesh ambani mumbai news viral videos