02 February, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાતના ટેમ્પરેચરમાં બે-ત્રણ દિવસ ઘટાડો જોવા મળશે
મુંબઈમાં ગઈ કાલે દિવસ દરમ્યાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને હવે બેથી ત્રણ દિવસ રાતના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે એવી મોસમ વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તરમાં હાલ સ્નોફૉલ થયો છે એને કારણે ત્યાંથી ઠંડા પવનો આવી રહ્યા છે એટલે મુંબઈમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે જોકે સાંતાક્રુઝમાં ૧૯.૮ અને કોલાબામાં ૨૦.૦૮ ડિગ્રી તાપમાન હતું. આવતા બેથી ત્રણ દિવસ એમાં ઘટાડો જોવા મળશે અને રાતનું તાપમાન ઘટીને ૧૭ ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે. એ પછી ફરી પારો થોડો ઊંચકાશે અને પાછી થોડી વધઘટ જોવા મળશે. હાલ સીઝન ચેન્જ થઈ રહી હોવાથી આવું બનવું સ્વાભાવિક છે. આવતા પાંચ દિવસ પછી ઠંડીની અસર કેટલી રહેશે કે ગરમી કેટલી રહેશે એ ધીમે-ધીમે જાણી શકાશે.’