ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય ખેલાડી નાઇજીરિયન ​સિ​ટિઝનને DRIએ ઝડપી પાડ્યો

01 March, 2024 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય ખેલાડી નાઇજીરિયન ​સિ​ટિઝનને ડીઆરઆઇના ઑફિસર્સે ૨૦ ​મિ​નિટ પીછો કરીને ઝડપ્યો

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ઑફિસર્સે ગોવાના અંજુના ફૉરેસ્ટમાં ૨૦ મિનિટની ચેસ બાદ બાદ એક નાઇજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી, જે ડ્રગ્સની દાણચોરી કરતી કાર્ટેલનો મુખ્ય સભ્ય હતો.

અધિકારીના જણાવ્યા અનુસાર ૧૯ ફેબ્રુઆરીએ આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે એજન્સીએ દરિયાકાંઠાના રાજ્યમાં તેના ભાડાના આવાસમાંથી ૩૯ ગ્રામ કોકેન અને આશરે ૬ લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મેળવી હતી. તપાસ દરમિયાન એ પણ પ્રકાશમાં આવ્યું હતું કે આરોપી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગેરકાયદે રીતે ભારતમાં રહેતો હતો અને ગોવાથી આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. ડીઆરઆઇની મુંબઈ અને ગોવાની ઝોનલ ટીમોના ઑફિસર્સે ચોક્કસ ઇનપુટ્સના આધારે ઑપરેશન હાથ ધર્યું હતું. ૧૦ જાન્યુઆરીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એજન્સીની કાર્યવાહીનું એ ફૉલોઅપ હતું, જેમાં થાઈ મહિલા પાસેથી ચાર કિલોથી વધુ કોકેન મળી આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધરપકડ કરાયેલી થાઈ મહિલા ડ્રગ સિન્ડિકેટ માટે ભારતમાં દારૂની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી.’

goa mumbai news mumbai crime news Crime News mumbai nigeria chhatrapati shivaji terminus chhatrapati shivaji international airport