24 December, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવનારા જતિન્દર સિંહ નામના આતંકવાદીની ગઈ કાલે મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. NIA પંજાબ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે એમાં જતિન્દર સિંહનું નામ જણાઈ આવતાં NIAની ટીમે મુંબઈ આવીને કાર્યવાહી કરી હતી. ધરપકડ કર્યા બાદ NIA જતિન્દર સિંહને ચંડીગઢ લઈ જવા રવાના થઈ હતી જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પકડાયેલો આતંકવાદી આતંકવાદી સંગઠનને શસ્ત્ર પૂરાં પાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.